‘પરફ્યૂમ લગાવે ચુન્ની મેં’ ડાન્સરે ભાજપની જન આક્રોશ રેલીમાં લગાવ્યા ઠુમકા

PC: twitter.com/LambaAlka

રાજસ્થાનના અલવરના કઠુમર વિધાનસભા ક્ષેત્રના ખેડલીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જનાક્રોશ મહાસભા થઇ હતી. આ દરમિયાન ભીડ ભેગી કરવા માટે સ્ટેજ પર મહિલા ડાન્સરોએ ખૂબ ઠુમકા લગાવ્યા. આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. કાર્યક્રમના જે મંચ પર ભાજપ નેતા અને કાર્યકર્તા ત્યાં ઉપસ્થિત રહ્યા, એ જ મંચ પર અશ્લીલ ડાન્સ થયો, પરંતુ નેતાઓ નજરે ન પડ્યા. એક વીડિયોમાં ભાજપના કાર્યકર્તા મંચ પર લગાવવામાં આવેલા બેનરને હટાવીને તેને એકત્ર કરતા નજરે પડી રહ્યા છે.

આ દરમિયાન મહિલા ઠુમકા લગાવતી નજરે પડી રહી છે. આ અંગે ભાજપ જિલ્લા અધ્યક્ષ સંજય નરુકાએ એક વીડિયો શેર કરીને કહ્યું કે, ખેડલીની સભા અને અન્ય જગ્યાઓ પર ભાજપની જન આક્રોશ રેલીમાં મળી રહેલી અપાર ભીડને જોતા કોંગ્રેસી નેતાઓ દ્વારા આ પ્રકારની તોછડી હરકત કરવામાં આવી રહી છે. ખેડલીમાં જ્યારે કાર્યક્રમ સમાપ્ત થઇ ગયો હતો, ત્યારબાદ ડાન્સ કરાવવામાં આવ્યો છે, તેની સાથે ભાજપનું કોઇ લેવું-દેવું નથી. સંજય નરુકાએ આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય અને કોંગ્રેસી નેતા પર પણ ગંભીર આરોપ લગાવ્યા.

તેમણે કહ્યું કે, ભાજપને બદનામ કરવા માટે મહિલા ડાન્સર બોલાવીને મંચ પર ડાન્સ કરાવવામાં આવ્યો છે. કાર્યક્રમ આયોજન ખેરલી ભાજપ મંડળ અધ્યક્ષ શિવ ચરણ અવસ્થીએ કહ્યું કે, જ્યારે કાર્યક્રમ સમાપ્ત થયા બાદ નેતાઓ કાર્યક્રમ સ્થળથી જતા રહ્યા હતા, ત્યારે કોઇએ અશ્લીલ ડાન્સ કરાવ્યો છે, જે ખોટું છે, એમ થવું જોઇતું નહોતું. તો મંચ પરથી લોકોને સંબોધિત કરતા ભાજપ નેતાઓએ રાજ્ય સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે પેપર લીક, ભ્રષ્ટાચાર અને ખેડૂતોના મુદ્દા ઉઠાવ્યા.

કાર્યક્રમમાં મુખ્ય વક્તા સાંસદ રમેશ બિધુડી અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ માધુરામ ચૌધરી હતા. ખેડલીમાં ભાજપની જનાક્રોશ મહાસભામાં મહિલાના ડાન્સનો વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસી નેતાઓએ પણ ભાજપ પર પ્રહાર કર્યો છે. તેમનું કહેવું છે કે, ભાજપના નેતા બીજી પાર્ટીઓને પાઠ ભણાવે છે, પરંતુ ભાજપના કાર્યક્રમોમાં ભીડ ભેગી થઇ રહી નથી તો મંચ પર મહિલા ડાન્સરોનો સહારો લેવામાં આવી રહ્યો છે. કોંગ્રેસી નેતા અલ્કા લાંબાએ વીડિયો શેર કરીને લખ્યું કે, ભારતીય નેશનલ કોંગ્રેસ (INC)ની ભારત જોડો યાત્રાનો જવાબ કંઇક આમ જનાક્રોશ યાત્રાના માધ્યમથી આપતી ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેમના નેતા, રમેશ બિધુડી શરમ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp