26th January selfie contest

જાણો દુનિયાના સૌથી લાંબા રિવર ક્રૂઝ અંગે,જેને 13 જાન્યુઆરીએ PM દેખાડશે લીલી ઝંડી

PC: newsbytesapp.com

દેશની નદીઓમાં ટ્રાન્સ્પોર્ટેશનનું માધ્યમ બનાવવાના પોતાના ડ્રીમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જાન્યુઆરીના રોજ એક નવો અધ્યાય જોડાવા જઇ રહ્યા છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લાંબી રિવર ક્રૂઝને લીલી ઝંડી દેખાડશે. ગંગા વિલાસ નામની આ રિવર ક્રૂઝને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં લીલી ઝંડી દેખાડીને સફર પર રવાના કરશે. આ દરમિયાન તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ આ રિવર ક્રૂઝ લગભગ 50 દિવસ સુધી નદીઓને પાર કરતી આખા ભારતનું દર્શન પોતાના યાત્રીઓને કરાવશે. તેને ભારતીય ટૂરિઝ્મના હિસાબે ક્રાંતિકારી પગલું બતાવવામાં આવી રહ્યું છે.

વારાણસીથી રવાના થયા બાદ ગંગા વિલાસ ક્રૂઝ ડિબ્રૂગઢ પહોંચવાના લગભગ 50 દિવસમાં 3,200 કિલોમીટરની મુસાફરી નક્કી કરશે. આ દરમિયાન આ ક્રૂઝ 27 નદીઓના સિસ્ટમોમાંથી પસાર થઇને પસાર થશે, જે તેની સાથે મુસફરી કરી રહેલા ટૂરિસ્ટ્સ માટે અનોખો અનુભવ સાબિત થશે. પોર્ટ, શિપિંગ એન્ડ વોટર મિનિસ્ટર સર્વાનંદ સોનોવાલે આ ક્રૂઝની જાણકારી ગયા વર્ષે નવેમ્બરમાં ટ્વીટ કરીને આપી હતી. હવે તે હકીકતનું રૂપ લેવા જઇ રહી છે. અહીં રિવર ક્રૂઝ પોતાના સફર દરમિયાન ભારતીય નદીઓમાં જ નહીં ફરે, પરંતુ ડિબ્રૂગઢ જવા માટે પાડોશી દેશ બાંગ્લાદેશની નદીઓમાં પણ એન્ટ્રી કરશે. તેનાથી ટૂરિસ્ટ્સને ભારતીય કલ્ચરની જાણકારી હાંસલ કરવા સાથે જ ફોરેન ટ્રીપનો પણ ચાન્સ મળશે.

પોતાના સફર દરમિયાન આ ક્રૂઝ વાસ્તુકળાના હિસાબે 50 ખૂબ મહત્ત્વના સ્થળોનું દર્શન કરાવશે, જેમાં કેટલાક વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ સામેલ છે. એટલું જ નહીં, આ દેશના કેટલાક સૌથી સુંદર નેશનલ પાર્કો અને ફોરેસ્ટ સેન્ચૂરીઝમાંથી પણ પસાર થશે, જેમાં સુંદરવન ડેલ્ટા અને કાઝીરંગા નેશનલ પાર્ક પણ સામેલ છે. આ ક્રૂઝ દુનિયાના એ ફાઇવ સ્ટાર રેટિંગવાળા ક્રૂઝની સફરનો અનુભવ આપશે, જેમને અત્યાર સુધી તમે ફિલ્મોમાં જ જોઇને રોમાંચિત થતા હતા. ક્રૂઝ પર 50 દિવસ સુધી ટૂરિસ્ટ ફિટ રહે એટલા માટે જિમ બનાવ્યું છે તો સ્પાની પણ સુવિધા છે.

એટલું જ નહીં મનોરંજન માટે મ્યૂઝિક, કલ્ચરલ ફંક્શન, ઓપન એર ઑબ્ઝર્વેશન ડેક, પર્સનલ બટલર સર્વિસ જેવી ફાઇવ સ્ટાર સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગંગા વિકાસની સત્તાવાર વેબસાઇટ મુજબ, આ ક્રૂઝ પર 80 મુસાફર મુસાફરી કરી શકે છે. તેના પર સામાન્ય રૂમ સિવાય 18 સૂટ્સ પણ બનાવવામાં આવ્યા છે, જેનું આર્કિટેક્ચર રોયલ સ્ટાઇલમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. વેબસાઇટ પર દાવો કરવામાં આવ્યો છે કે, યુનિક ડિઝાઇનવાળા આ ક્રૂઝને ફ્યૂચરિસ્ટીક વિઝન સાથે તૈયાર કરવામાં આવ્યું છે.

પહેલા જાહેર થયેલા ટાઇમટેબલના હિસાબે 13 જાન્યુઆરીના રોજ વારાણસીથી રવાના થયા બાદ આઠમા દિવસે આ ક્રૂઝ પટના પહોંચશે. આ દરમિયાન ક્રૂઝ બક્સર, રામનગર અને ગાઝીપુરથી પહોંચશે. પટના બાદ તે 20માં દિવસે ફરક્કા અને મુર્શીદાબાદ થતા પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચશે. અહીંથી આગામી દિવસે બાંગ્લાદેશની રાજધાની ઢાકા માટે રવાના થશે. આગામી 15 દિવસ સુધી તે બાંગ્લાદેશની સીમામાં જ રહેશે.

ત્યાંથી ગુવાહાટીના માર્ગે ફરી ભારતીય સીમામાં ફરશે અને પછી શિવસાગર થતા 50માં દિવસે પોતના ફાઇનલ ડેસ્ટિનેશન એટલે કે ડિબ્રૂગઢ પર જઇને મુસાફરી સમાપ્ત થશે. આ સફર દરમિયાન ગંગા વિલાસ ક્રૂઝ પોતાના મુસાફરોને દુનિયાના સૌથી જૂના શહેર કાશી એટલે કે ઓલ્ડ વારાણસીનું જાણીતું સ્થળ પણ દેખાડશે. ત્યારબાદ પણ તે બંધ પડેલી બૌદ્ધ મોનેસ્ટ્રી વિક્રમશીલા બાંગ્લાદેશમાં ઘોસ્ટ સિટીના નામથી જાણીતું સોનારગાંવ અને 1,400ના દશકની સાઠ ગુંબદવાળી અલંકૃત મસ્જિદ જેવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહતત્વવાળા સ્થળો પણ તેની સફરમાં મુસાફરોનું આકર્ષણ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp