દેશમાં પહેલી વખત જોવા મળી મગરના મોઢાવાળી માછલી, જોઈને રહી જશો હેરાન
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના મોટા તળાવમાં એક એવી માછલી મળી છે, જેને જોઈને તમે હેરાન રહી જશો. તમે નક્કી જ નહીં કરી શકો કે આ મગર છે કે માછલી. ખાસ વાત તો એ છે કે, ભોપાલ તો શું આખા દેશમાં તે ક્યાંય હોવા મળતી નથી. આ માછલીનું નામ એલિગેટર ગાર છે અને એ માછલી અમેરિકામાં જોવા મળે છે. ભોપાલના ખાનૂગાંવના રહેવાસી અનસ મંગળવારે ખાનૂગાંવની નજીક આવેલા તળાવના કિનારે માછલી પકડવા ગયો હતો. આ દરમિયાન તેની જાળમાં એક માછલી ફસાઈ, જેને જોયા બાદ તે હેરાન રહી ગયો.
તેણે આ અગાઉ આ પ્રકારની માછલી ક્યારેય જોઈ નહોતી. તે અન્ય માછલીઓથી એકદમ અલગ હતી. તેનું મોઢું મગર જેવું હતું. થોડા દરમિયાન બાદ તેનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. અનસે જણાવ્યું કે, તે ડિસ્કવરી જોવાની શૌકિન છે. તેણે આ પ્રકારની માછલી ડિસ્કવરી ચેનલ પર જોઈ છે. તેની બાબતે વધારે જાણકારી હાંસલ કરતા તેને ખબર પડી કે આ એક સમુદ્રી માછલી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સામાન્યતઃ આ માછલી અમેરિકામાં જોવા મળે છે, જેને એલિગેટર ગાર કહેવા આવે છે.
ભોપાલમાં મળેલી આ માછલીની લંબાઈ દોઢ ફૂટ છે. તો આ પ્રજાતિની માછલીની લંબાઈ 12 ફૂટ સુધી હોય છે. ભોપાલના જાણીતા ફિશિંગ એક્સપર્ટ શારીક અહમદનું આ માછલી પર કહેવું છે કે, ભોપાલમાં કોલકાતા અને આંધ્ર પ્રદેશમાં માછલીનું બીજ આવે છે. સંભવતઃ આ બીજ સાથે એલિગેટર ગારનું બીજ ભોપાલ આવી ગયું હશે. આ પ્રકા એલિગેટર ગાર અહીં મળી છે. જાણકાર કહે છે કે આ માછલી મૂળ અમેરિકામાં મીઠા પાણીવાળા તળાવોમાં જોવા મળે છે. ભારતના કેરળ રાજ્યમાં આ પ્રકારની માછલીનું પાલન પણ કરવામાં આવે છે.
જો કે, આ માછલીઓ માંસાહારી પ્રવૃત્તિની હોય છે એટલે તેના દાંત મોટા અને અણીદાર હોય છે. ખાસ વાત એ છે કે આ માછલી 20 વર્ષ સુધી જીવિત રહી શકે છે. અનસ કહે છે કે, મંગળવારે અમે આ માછલી પકડી છે. એ જોવામાં ખૂબ ડરામણી છે. તેના દાંત જોઈને તમે ડરી જશો. મને પહેલા તો એમ લાગ્યું કે આ મગરનું બચ્ચું તો નથી? પછી મેં ધ્યાન આપ્યું તો આગળથી મગર અને પાછળથી માછલીની જેમ નજરે પડી. કેટલાક લોકોએ તેની તસવીર સોશિયલ મીડિયા પર નાખી દીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp