શ્રીરામ પ્રત્યે અદ્ભુત ભક્તિ, 94 વર્ષની વયે 80 લાખ વખત લખ્યું રામનું નામ

PC: rightnewsindia.com

પુરાણોમાં કહેવાયું છે કે જો કોઈ કળિયુગમાં રામ નામનો જાપ કરે તો તેનું જીવન સફળ થઇ જાય છે. લોકો આ આશા સાથે મંદિરોમાં જાય છે, તેઓ ભગવાનની એક ઝલક મેળવવા કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. ઘણા ભક્તો એવા પણ જોવા મળશે કે જેઓ વર્ષોથી તપસ્યા કરતા હશે. કેટલાક એક પગ પર ઉભા છે અને કેટલાક વર્ષોથી સૂતા નથી. કેટલાક ભગવાન શ્રી રામની રાહ જોઈ રહ્યા છે, તો કેટલાક શ્રી કૃષ્ણના દર્શન કરવા આતુર છે. પરંતુ 94 વર્ષની મંથા સુબ્બલક્ષ્મીની ભક્તિ અદભૂત અને અનોખી છે. રામનામની ભક્તિમાં તેમણે એવું કામ કર્યું છે જેના સર્વત્ર વખાણ થઈ રહ્યા છે.

દાદી મંથા સુબ્બલક્ષ્મીનો જન્મ ઓરિસ્સામાં એક વિદ્વાન પરિવારમાં થયો હતો. તેમણે બાળપણથી અત્યાર સુધીમાં 80 લાખથી વધુ વખત રામ નામ લખવાનું પૂર્ણ કર્યું છે. અને એવી અપેક્ષા છે કે તે ટૂંક સમયમાં જ રામનું નામ એક કરોડથી વધુ વખત લખવાનું પૂર્ણ કરશે. તેના કામના દરેક જગ્યાએ ભારો ભાર વખાણ થઈ રહ્યા છે.

કળિયુગમાં રામનામનો જાપ તમારા જીવનને સફળતાથી પાર કરાવે છે. ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના ચંબા પાસે કાણાતાલમાં વિજયમિલન મઠના આશ્રમમાં રહેતી 94 વર્ષીય મંથા સુબ્બલક્ષ્મીએ રામનામની ભક્તિમાં એવું કામ કર્યું છે કે, દરેક જગ્યાએ તેમના કામના ભારો ભાર વખાણ થઈ રહ્યા છે. સાથે જ તેમણે રામનામનો મહિમા પણ કહ્યો છે.

તેમણે બાળપણથી અત્યાર સુધીમાં 80 લાખથી વધુ વખત રામ નામ લખવાનું પૂર્ણ કર્યું છે. એવી અપેક્ષા છે કે તે ટૂંક સમયમાં રામનું નામ એક કરોડથી વધુ વખત લખવાનું પૂર્ણ કરશે. દાદી મંથા સુબ્બલક્ષ્મીનો જન્મ ઓરિસ્સામાં એક વિદ્વાન પરિવારમાં થયો હતો.

આધ્યાત્મિક અને ધાર્મિક પરિવારમાં ઉછરેલા, મંથા સુબ્બલક્ષ્મીને બાળપણમાં આંધ્ર પ્રદેશમાં આધ્યાત્મિક શિબિર દરમિયાન રામનું નામ લખવાની પ્રેરણા મળી હતી. તેમના પતિ સ્વર્ગસ્થ સર્વેશ્વર શાસ્ત્રી પણ ભગવાનના નામનો જપ કરતા હતા. 94 વર્ષની ઉંમરે પણ દાદીમાનું રામનું નામ લખવાનું આજે પણ નિયમિતપણે ચાલુ રહ્યું છે.

તેઓ નામ લખવાનું મહત્વ સમજાવતા કહે છે કે, કળિયુગ માત્ર નામ અધારા, સુમીર સુમીર નર ઉત્ રહી પારા. એટલે કે સતયુગમાં તપ, ત્રેતાયુગમાં યજ્ઞ, યોગ અને દ્વાપરમાં જે ફળ પૂજા, પાઠ અને અનુષ્ઠાન દ્વારા મળતું હતું, તે જ ફળ, કળિયુગમાં માત્ર હરિના નામનો જપ કરવાથી કે લખવાથી મળે છે.

તેમણે કહ્યું કે, રામના નામનો સતત જાપ કરવો એ માણસ માટે સારું છે. દરેક વ્યક્તિએ શ્રીરામનું નામ લખવું જોઈએ. તે છેલ્લા કેટલાક મહિનાઓથી ચંબામાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp