શું થશે મુકેશભાઇના ચીનમાં બનતા Jiobookનું ,મોદી સરકારે લેપટોપની આયાત બેન કરી છે

JioBook લેપટોપની વાયરલ થિયરી દાવો કરે છે કે મોદી સરકારે મુકેશ અંબાણીને ફાયદો પહોંચાડવા માટે લેપટોપની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ આ ખોટું છે કારણ કે JioBook લેપટોપ ચીનમાં બનેલું છે. આનાથી અંબાણીને ફાયદો નહીં થાય.
JioBookને લઈને અનેક પ્રકારની થિયરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક થિયરી દાવો કરી રહી છે કે મુકેશ અંબાણીને ફાયદો પહોંચાડવા માટે મોદી સરકારે JioBookને ફાયદો પહોંચાડવા માટે લેપટોપની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે જો લેપટોપ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો તેનો સીધો ફાયદો મુકેશ અંબાણીને મળશે.
રિલાયન્સે હાલમાં જ JioBook લોન્ચ કર્યું છે. Jioના ટેગના ઉમેરા સાથે, ઘણા લોકો તેને મેડ-ઇન-ઇન્ડિયા લેપટોપ સમજવાની ભૂલ કરે છે. પરંતુ,આ લેપટોપનું મેન્યુફેક્ચરિંગ ચીનમાં કરવામાં આવ્યું છે. આ સિવાય JioBookનું વેચાણ પણ રિલાયન્સ જિયો દ્વારા નહીં પરંતુ રિલાયન્સ રિટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
3 ઓગસ્ટે, ભારત સરકારે લેપટોપ, ટેબલેટ અને ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટરની આયાત પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે. હવેથી કંપનીઓએ લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર અને ટેબલેટ જેવા ઉપકરણોની આયાત કરવા માટે લાયસન્સ મેળવવું પડશે. મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં આવા ઉત્પાદનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.કેટલાંક લોકોનો દાવો છે કે સરકારના આ નિર્ણયથી મુકેશ અંબાણીને ફાયદો થશે.
પરંતુ આ દાવાઓમાં બિલકુલ સત્યતા નથી. કારણ કે Jiobook લેપટોપ દેશમાં બની રહ્યું નથી. વાસ્તવમાં, JioBook લેપટોપનું ઉત્પાદન પણ ચીનમાં થાય છે. એમેઝોન પર વર્તમાન ઉત્પાદન વિગતો અનુસાર, JioBook લેપટોપ ચીનની હુનાન ગ્રેટવોલ કોમ્પ્યુટર સિસ્ટમ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. એટલે કે એ મેડ ઇન ચાઇના પ્રોડક્ટ છે. આવી સ્થિતિમાં, લેપટોપ પ્રતિબંધથી અંબાણીને ફાયદો થવાને બદલે નુકસાન થશે, કારણ કે JioBookના મોટા પાયે ઉત્પાદનનો ઓર્ડર કંપની દ્વારા આપવામાં આવ્યો હશે.
લેપટોપ પ્રતિબંધની અસર સેમસંગ, એચપી, લેનોવો કંપનીઓ તેમજ Jioને થશે. આવી સ્થિતિમાં, એ કહેવું સંપૂર્ણપણે ખોટું છે કે સરકારે Jio ને ફાયદો પહોંચાડવા માટે લેપટોપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. હાલમાં કેન્દ્ર સરકારે લેપટોપ કંપનીઓને ત્રણ મહિનાનો સમય આપ્યો છે. આ દરમિયાન આ કંપનીઓએ ભારતમાં જ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાના રહેશે. કારણ કે 1 નવેમ્બરથી સમગ્ર દેશમાં લેપટોપ આયાત કરવાનો નિર્ણય લાગુ કરવામાં આવશે. ઉપરાંત, આ ત્રણ મહિના દરમિયાન લેપટોપના સપ્લાયને અસર થશે નહીં. આવી સ્થિતિમાં લેપટોપની કિંમતમાં વધારો થવાની શક્યતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp