
અબજોપતિ મુકેશ અંબાણીએ શુક્રવારે UP ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં રાજ્ય માટે અનેક ભેટોની જાહેરાત કરી હતી. તેમણે દરેક ગામમાં 5G સેવાઓ શરૂ કરવા, રિટેલ અને નવા ઊર્જા વ્યવસાયો સહિત ટેલિકોમ નેટવર્કને વિસ્તારવા માટે આગામી ચાર વર્ષમાં રૂ. 75,000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. આ રોકાણથી લગભગ 1 લાખ નવી નોકરીઓનું સર્જન થવાની ધારણા છે.લખનૌમાં આયોજિત ઇન્વેસ્ટર્સ સમિટમાં સંબોધન કરતી વખતે મુકેશ અંબાણીએ કહ્યું કે આવતા 5 વર્ષમાં ઉત્તર પ્રદેશમાં 1 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે.
UP ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં બોલતા, તેમણે કહ્યું કે તેમના ગ્રુપની ટેલિકોમ કંપની Jio ડિસેમ્બર 2023 સુધીમાં ઉત્તર પ્રદેશમાં 5G સેવાઓ શરૂ કરશે. આ ઉપરાંત, ઓઇલ-ટુ-ટેલિકોમ સમૂહ 10 ગીગા વોટ નવીનીકરણીય ક્ષમતાની સ્થાપના કરશે અને રાજ્યમાં બાયો-એનર્જિ બિઝનેસ શરૂ કરશે, એમ અંબાણીએ કહ્યું હતું.
રિલાયન્સે રાજ્યના ગામડાઓ અને નાના શહેરોમાં સસ્તું શિક્ષણ અને આરોગ્યસંભાળ માટે Jio પ્લેટફોર્મ દ્વારા બે પાયલોટ પ્રોજેક્ટ Jio-School અને Jio-AI-Doctorની પણ જાહેરાત કરી હતી. આ સાથે મુકેશ અંબાણીએ ઉત્તર પ્રદેશનાના કૃષિ અને બિન-કૃષિ ઉત્પાદનોના સોર્સિંગમાં અનેકગણો વધારો કરવાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો હતો. તેનાથી ખેડૂતો, સ્થાનિક કારીગરો, શિલ્પકારો અને લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને ફાયદો થશે. મુકેશ અંબાણીએ 2023ના અંત સુધીમાં UPના તમામ શહેરોમાં 5G શરૂ કરવાની વાત પણ કરી હતી.
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં કહ્યું કે UP ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ એ વિકાસનો મહાકુંભ છે.અંબાણીએ લખનૌ માટે પ્રસંશાના શબ્દોનો વરસાદ કરી દીધો હતો. તેમણે કહ્યુ કે લખનૌ એ પુણ્ય નગરી છે, લક્ષમણની નગરી છે, UP પુણ્ય ભૂમિ છે, ભગવાન રામચંદ્રની ભૂમિ છે, ગંગા- યમુના-સરસ્વતીના સંગમની ભૂમિ છે. સમિટમાં હાજર રહેલા PM મોદીને સંબોધન કરતા અંબાણીએ કહ્યું હતું કે, જ્યારથી તમે દેશના વડાપ્રધાન બન્યા છો ત્યારથી દેશનો ઘણો વિકાસ થયો છે. ભારત ઝડપથી પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. ભારતની અર્થવ્યવ્સ્થા પણ ઝડપથી વધી રહી છે.
મુકેશ અંબાણીએ કહ્યુ કે જેમ આજે આખી દુનિયા માટે ભારત આશાનું કેન્દ્ર બન્યું છે તેવી જ રીતે ભારત માટે ઉત્તર પ્રદેશ આશાનું કેન્દ્ર બની ગયું છે. નોઇડાથી ગોરખપુર સુધી લોકોમાં જોશ દેખાઇ રહ્યું છે. વિકાસની ગંગા વહી રહી છે. લો એન્ડ ઓર્ડર હોય, ઇન્ફ્રાસ્ટ્રકચરની વાત હોય કે ઇઝ ઓફ ડુઇંગની વાત હોય ઉત્તર પ્રદેશે બધામાં વિકાસ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp