મણિપુરના મુદ્દે PM મોદીના સમર્થનમાં આવી અમેરિકાની સિંગર, કહ્યું- મને ભરોસો છે...

PC: livemint.com

દેશભરમાં અત્યારે મણિપુરનો મુદ્દો સળગેલો છે અને વિપક્ષ રસ્તાથી સંસદ સુધી સરકારને ઘેરી રહી છે તેવા સમયે અમેરિકાની જાણીતી સિંગર અને અભિનેત્રી મણિપુર મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં ઉતરી છે. તેણીએ કહ્યું કે મને  PM મોદી પર પુરો ભરોસો છે.

અમેરિકાની સિંગંર મેરી મિલબેને મણિપુરના મુદ્દા પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે. તેણીએ કહ્યુ કે PM મોદી પૂર્વોત્તર રાજ્યના લોકો માટે હમેંશા લડતા રહેશે. સિંગર મેરી મિલબેનની આ ટિપ્પણી કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવના જવાબમાં લોકસભામાં PM મોદીના ભાષણ પછી તરત આવી છે. ટ્વીટર ( હવે એક્સ) એક પોસ્ટમાં મિલબેને ભારતની વિપક્ષી પાર્ટીઓ પર પણ કટાક્ષ કર્યો છે. મિલબેને કહ્યુ કે, તેઓ વિદેશોમાં ભારતને નીચું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મેરીએ ટ્વીટ કરીને કહ્યુ કે, સત્ય એ છે કે ભારતના લોકોને પોતાના નેતા પર ભરોસો છે. ભારતના મણિપુરની માતાઓ, દીકરીઓ અને મહિલાઓને ન્યાય મળશે. PM મોદી હમેંશા તમારી આઝાદી માટે લડત આપશે. મેરીએ કહ્યું કે વિપક્ષી પાર્ટી કોઇ પણ જાતના તથ્ય વગર જોરશોરથી બુમબરાડા પાડશે. પરંતુ સચ્ચાઇ હમેંશા લોકોને આઝાદ કરાવશે.

મેરી મિલબેને અંતમાં કહ્યુ કે, ડો. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરના શબ્દોમાં, ભારત આઝાદીની ઘંટી બજને દો, મેરે પ્યારે ભારત સચ કો બજને દો.મેરીએ કહ્યું કે, PM મોદી મને તમારા પર ભરોસો છે હું તમારા માટે પ્રાથર્ના કરી રહી છું. ઇન્ટરનેશનલ સિંગર મિલબેને આ વર્ષનવા જૂન મહિનામાં અમેરિકાની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને ભારતીય રાષ્ટ્રગાન જન મન ગણ ગાયા પછી PM મોદીના ચરણ ર્સ્પશ કર્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંસદમાં વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. તેઓ કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા હતા. મણિપુરમાં હિંસાને સંબોધતા, તેમણે રાજ્યને તેમના જિગરનો ટુકડો ગણાવ્યો અને ખાતરી આપી કે રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં આવશે. PM મોદીએ કહ્યું, મણિપુરમાં મહિલાઓ વિરુદ્ધ ઘૃણાસ્પદ અપરાધો થયા છે. તે અક્ષમ્ય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ગુનેગારોને કડકમાં કડક સજા સુનિશ્ચિત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.

PM મોદીએ લોકસભામાં કહ્યું હતું કે, હું મણિપુરના લોકોને આગ્રહ કરુ છુ અને મણિપુરની મહિલાઓને કહેવા માંગું છું કે દેશ તેમની સાથે ઉભો છે. આપણે બધા ભેગા થઇને આ પડકારનું સમાધાન શોધીશું અને ફરી એકવાર મણિપુરમાં શાંતિ સ્થાપિત કરીશું.

Mary Jorie Millben એ અમેરિકન સિંગર, એકટ્રેસ અવે મીડિયા પર્સનાલિટી છે. તેણીએ જ્યોર્જ ડબલ્યૂ બુશ. બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અમેરિકાના સતત 3 પ્રમુખો માટે પરફોર્મ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp