ચોરો ખેતરમાંથી રૂ. 2.50 લાખના ટામેટા થેલાઓમાં ભરી ચોરી ગયા. પોલીસ શોધે છે
હાય રે મોંઘવારી..., આ ચોમાસાની સિઝનમાં ફળો અને શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે કે દરેકના મોઢામાંથી માત્ર 'હાય રે મોંઘવારી' શબ્દ જ સંભળાય છે. હાલમાં બજારોમાં શાકભાજી બમણા ભાવે મળે છે. જો ટામેટાંની વાત કરીએ તો દરેક શાક અને શાકભાજીમાં વપરાતા ટામેટાં 100 થી 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં ટામેટાંના ભાવ રૂ.200 સુધી પહોંચી ગયા છે. ટામેટાંના ભાવમાં આ વધારાનું કારણ ચોમાસાને જણાવવામાં આવી રહ્યું છે. હવે દેશભરમાં ટામેટાંના ભાવમાં થયેલા વધારાની અસર એ છે કે ખેતરોમાંથી તેની ચોરી પણ થવા લાગી છે.
તાજેતરનો કિસ્સો કર્ણાટકમાંથી બહાર આવ્યો છે, જ્યાં ચોરોએ હાસન જિલ્લામાં એક ખેડૂતના ખેતરમાંથી અઢી લાખના ટામેટાંની ચોરી કરી હતી. હવે આ મામલે ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે, કે હસન જિલ્લાના હલેબીડુ તાલુકાના ગોની સોમન હલ્લી ગામના ખેડૂત સોમશેખર છેલ્લા ત્રણ વર્ષથી પોતાના ખેતરમાં ટામેટાંની ખેતી કરી રહ્યા છે. જો કે દર વખતે હવામાનના કારણે તેમની ખેતી ખરાબ થઇ જતી હતી. આ વખતે તેની ટામેટાની ખેતી ખૂબ સારી થઇ હતી, પરંતુ જ્યારે તેનો પુત્ર બુધવારે ખેતરમાં ગયો ત્યારે તેણે જોયું કે, લગભગ તમામ ટામેટાં ખેતરમાંથી ચોરાઈ ગયા હતા અને જે બચેલો પાક હતો તેને પણ ચોરોએ બગાડી નાખ્યો હતો.
ખેડૂતનું એમ પણ કહેવું છે કે, ચોર 50-60 થેલીઓ લઈને તેના ખેતરમાં પહોંચ્યા અને લગભગ અઢી લાખના ટામેટાં લઈને ગાયબ થઈ ગયા. તેઓએ બચેલો બાકીનો પાક પણ બગાડી નાખ્યો હતો. આવી સ્થિતિમાં હવે તેમની પાસે કોઈ ઉત્પાદન બચ્યું નથી. આ બાજુ, ખેડૂતની ફરિયાદના આધારે, હલેબીડુ પોલીસ ઇન્સ્પેક્ટર શિવના ગૌડા પાટીલે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને માહિતી એકઠી કરી. હવે પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
Karnataka | Farmer alleges tomatoes worth Rs 2.5 lakhs were stolen from her farm in the Hassan district on the night of July 4.
— ANI (@ANI) July 6, 2023
A woman farmer, Dharani who grew tomatoes on 2 acres of land said that they were planning to cut the crop and transport it to market as the price… pic.twitter.com/fTxcZIlcTr
ચોમાસાની શરૂઆત સાથે જ દેશભરમાં વરસાદની પ્રક્રિયા ચાલુ રહે છે. સતત વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. બજારમાં પાક ઓછો પહોંચે છે, આવી સ્થિતિમાં માંગ વધુ અને પુરવઠો ઓછો હોવાથી ભાવ વધી રહ્યા છે. હાલમાં બજારોમાં ટામેટાનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોની નજીક છે ત્યારે બીજી તરફ જીરૂ અને આદુ પણ મોંઘા થઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp