UPA સરકાર દરમિયાન CBI મારા પર PM મોદીને ફસાવવા દબાણ કરી રહ્યું હતું: અમિત શાહ

PC: telegraphindia.com

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે, કોંગ્રેસની આગેવાનીવાળી UPA એટલે કે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકાર દરમિયાન કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (CBI) એ ગુજરાતમાં એક કથિત નકલી મુઠભેડ મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફસાવવા માટે તેમના પર દબાણ કરાવ્યું હતું. એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈને નબળી કરવા માટે કોંગ્રેસ સહિત વિપક્ષી દળો પર નિશાનો સાધ્યો. ગૃહ મંત્રીએ કહ્યું, 2014 અને 2019માં અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડવાનો વાયદો કર્યો હતો. વિપક્ષ શું ઇચ્છે છે કે જે ભ્રષ્ટાચાર કરે તેના પર કેસ દાખલ ના થાય.

તેમણે કહ્યું કે, CBI કોંગ્રેસ સરકાર દરમિયાન કથિત નકલી મુઠભેડ મામલામાં PM મોદી, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તો તેમને ફસાવવા માટે મારા પર દબાણ બનાવી રહી હતી. તેમ છતા BJPએ ક્યારેય હંગામો ના કર્યો. અમિત શાહે કહ્યું, હું જ્યારે ગુજરાતનો ગૃહ મંત્રી હતો તો CBIએ મારા પર એક એનકાઉન્ટરના મામલામાં ખોટો કેસ દાખલ કર્યો હતો. CBI ના 90 ટકા સવાલોમાં એ જ હતું, શા માટે ચિંતિત થઈ રહ્યા છો, નરેન્દ્ર મોદીનું નામ લઇ લો, બચી જશો. અમે ક્યારેય કાળા કપડાં પહેરીને સંસદ જામ નથી કર્યું. મને 90 દિવસમાં જ હાઈકોર્ટે જામીન આપી દીધા. કોર્ટે કહ્યું કે, મારી ધરપકડ કરવા માટે CBI પાસે પર્યાપ્ત પુરાવા જ નથી.

તેમણે આગળ કહ્યું, મામલો મુંબઈ હાઈકોર્ટ લઇ ગયા હતા, ગુજરાતની બહાર. કોર્ટે કહ્યું કે, રાજનીતિક પ્રતિશોધ અંતર્ગત રાજનીતિક ઈશારાઓ પર CBIએ આ કેસ દાખલ કર્યો છે. આથી, અમિત શાહ પર દાખલ કેસ અને બધા આરોપોને રદ્દ કરે છે. આ જ લોકો બેઠા હતા, આ જ ચિદંબરમ હતા, આ સોનિયા ગાંધી નેતૃત્વ કરતા હતા UPA સરકારનું, આ મનમોહન સિંહ હતા, આ રાહુલ ગાંધી સાંસદ હતા. ત્યારે શું થયુ હતું ભાઈ? અમે તો હાય તૌબા ના કરી અને તમારા બધા પર જે કેસો ચાલી રહ્યા છે તે બધા ભ્રષ્ટાચારના કેસ છે. રાહુલ ગાંધીનો મામલો ખરાબ ભાષાનો છે. UPA સરકારની જેમ ખોટો અને મનગઢંત કેસ નથી.

સુરતની એક કોર્ટ દ્વારા માનહાનિના મામલામાં રાહુલ ગાંધીને દોષી જાહેર કરવા પર ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ નેતા એકલા એવા વ્યક્તિ નથી જેમને કોર્ટે દોષી જાહેર કર્યા છે અને જેમણે લોકસભાનું સભ્ય પદ ગુમાવી દીધુ છે. તેમના પહેલા 17 સાંસદોનું સભ્યપદ ગયુ છે, ત્યારે લોકતંત્ર જોખમમાં નહોતું પડ્યું, માત્ર રાહુલ ગાંધીના મામલામાં જ લોકતંત્ર જોખમમાં પડી ગયુ? ગૃહ મંત્રીએ ઉદાહરણ તરીકે લાલુ પ્રસાદ યાદવ, જયલલિતા જેવા નેતાઓના નામ ગણાવ્યા. તેમણે કહ્યું કે, હાઈકોર્ટમાં જવાને બદલે રાહુલ હો હલ્લા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પોતાના ભાગ્ય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દોષ આપી રહ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દોષનો ટોપલો ઢોળવાને બદલે પોતાને દોષી જાહેર કરવા વિરુદ્ધ લડવા માટે હાઈકોર્ટમાં જવુ જોઈએ.

તેમણે એવુ પણ કહ્યું કે, જે કાયદા અંતર્ગત રાહુલ ગાંધીનું સભ્યપદ ગયુ, તેને અમે નથી બદલવા માંગતા પરંતુ, કોંગ્રેસ બદલવા ઈચ્છતી હતી. તેના માટે કોંગ્રેસ નીત UPA સરકાર અધ્યાદેશ લઇને આવી હતી, જેને જાહેરમાં રાહુલ ગાંધીએ ફાડી નાંખ્યો હતો. જો તે અધ્યાદેશ આવી ગયો હોત તો કદાચ તેઓ બચી જતે. હવે સજા થવા પર પ્રલાપ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, જ્યાં સુધી એજન્સીઓના દુરુપયોગનો મામલો છે, તો હું કોંગ્રેસના મિત્રોને કહેવા માંગુ છું, તમે એક આંગળી કોઈની તરફ કરશો તો ચાર આંગળી તમારા તરફ હશે. આ દેશની જનતાએ તમારા શાસનકાળમાં બધુ જ જોયુ છે. પરંતુ, અમે ક્યારેય કાળી પાઘડીઓ અને કાળા કપડાં નથી પહેર્યા. કાયદાનો મામલો છે, કાયદામાં શ્રદ્ધા હોવી જોઈએ, નિર્દોષ છો તો કાયદો છોડી દેશે તમને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp