મણિપુરની સ્થિતિ એટલી ખરાબ કે અમિત શાહનો કર્ણાટક પ્રવાસ રદ્દ, જાણો 8 મોટા અપડેટ

PC: indianexpress.com

મણિપુરમાં ચાલી રહેલી હિંસા રોકવા માટે કેન્દ્રીય સુરક્ષાબળોએ મોરચો સંભાળી લીધો છે. ઠેર ઠેર જવાનોની તૈનાતી કરવામાં આવી છે. રાજ્યમાં, RAF, CRPF, અને BSFની 55 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આખા ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. તેમણે મણિપુરના મુખ્યમંત્રી સાથે વાત કરી. એટલું જ નહીં અમિત શાહે કર્ણાટકનો પ્રવાસ પણ રદ્દ કરી દીધો છે. મણિપુરના પાડોશી રાજ્યો આસામ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશે પણ મદદનો હાથ લંબાવ્યો છે.

મણિપુરમાં કેમ ફેલાઈ હિંસા?

મણિપુર હાઇ કોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એમ.વી. મુરલીધરને હાલમાં જ એક આદેશ આપ્યો હતો. આ આદેશમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને મૈતેઈને પણ અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માગ પર વિચાર કરવા કહ્યું હતું. કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ ઓલ ટ્રાઈબલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ મણિપુર (ATSUM)એ આદિવાસી એકતા માર્ચ કાઢી હતી. આ એકતા માર્ચ દરમિયાન હિંસા ભડકી ગઈ. મણિપુરમાં RAFની 4 કંપનીઓને મોકલવામાં આવી રહી છે, જ્યારે પહેલાથી જ ત્યાં 6 ટુકડીઓ છે.

તો CRPFની 10 ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. એ સિવાય BSFની 6 ટુકડીઓ પણ મણિપુરમાં કાયદા વ્યવસ્થાને લઈને મોકલવામાં આવી છે. 2 કંપની આજે મોકલવામાં આવી રહી છે. એ સિવાય સેનાની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. મણિપુરમાં સુરક્ષાબળોને મોકલવા માટે એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલય આખી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ એક્શન મોડમાં છે. તેમણે પાડોશી રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મણિપુરના મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહ સચિવ, ડિરેક્ટર IB અને સાથે સાથે કેન્દ્રના સંબંધિત અધિકારીઓ સાથે 2 વીડિયો કોન્ફરન્સિંગની બેઠકો કરી. અમિત શાહે પોતાનો કર્ણાટક પ્રવાસ પણ રદ્દ કર્યો.

રિપોર્ટ્સ મુજબ, મણિપુરમાં કાયદા વ્યવસ્થામાં ઝડપથી સુધાર થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, કાલે રાજ્યમાંથી હિંસાના કોઈ સમાચાર સામે આવ્યા નથી. હિંસાઓને જોતા મોબાઈલ ડેટા બાદ હવે મણિપુર બ્રોડબેન્ડ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. સરકારે રિલાયન્સ, જિઓ ફાઈબર, એરટેલ એક્સ્ટ્રીમ, BSNL વગેરેને હિંસા અને અફવા ફેલાવવવા માટે બ્રોડબેન્ડ અને ડેટાઓ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. મણિપુર રાજ્યમાં હાલની સ્થિતિના કારણે આગામી 5 દિવસો માટે તેમને બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ભારતીય સેનાએ ગુરુવારે પૂર્વોત્તર રાજ્ય મણિપુરના અશાંત વિસ્તારોમાં અનુસૂચિત જનજાતિ (ST)ના દરજ્જા પર કોર્ટના આદેશને લઈને આદિવાસી ગ્રુપના વિરોધ વચ્ચે ફ્લેગ માર્ચ કરી. કોઈ પણ પ્રકારની હિંસાની ઘટનાને રોકવા માટે મણિપુર સરકારે હિંસા ભડકવા અને મણિપુરની રાજધાની ઇમ્ફાલ અને ચૂરાચંદપુર જિલ્લામાં સ્થિત નિયંત્રણથી બહાર થયા બાદ બુધવારે રાત્રે રાજ્યના કુલ 8 જિલ્લામાં કર્ફ્યૂ લગાવી દીધું છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કેમ મોરેહ અને કાંગપોકપીમાં સ્થિતિ નિયંત્રણમાં છે.

ઇમ્ફાલ અને ચુરાચાંદપુરમાં સામાન્ય સ્થિતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, સ્થિતિ ફરી એક વખત બગાડવાની સ્થિતિમાં સેનાએ તૈનાતી માટે 14 ટુકડીઓને સ્ટેન્ડબાય રાખી છે. કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્યમાં સેનાના 6,000 જવાનોની તૈનાતી કરવામાં આવી છે. અત્યાર સુધી 9,000 લોકોને સુરક્ષિત જગ્યાઓ પર લઈ જવાઈ ચૂક્યા છે. પરિસ્થિતિને જોતાં 8 જિલ્લા ઇમ્ફાલ વેસ્ટ, કાકચિંગ, થૌબાલ, જિરિબામ, વિષ્ણુપુર, ચૂરાચાંદપુર, કાંગપોકપી અને તેંગનૌપાલમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp