સરદાર સાહેબ પછી દેશના સૌથી શક્તિશાળી ગૃહપ્રધાન અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ

PC: twitter.com/AmitShah

આજે ભારતના પૂર્વ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે. આ દિવસને દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓએ તેમને યાદ કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, તેમણે સરદાર પટેલની જયંતી પર કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પિત કરી. તો ગૃહ મંત્રી અમિત શાહ દિલ્હીમાં એકતા દિવસ કાર્યક્રમમાં સામેલ થયા.

આજે સવારે સૌથી પહેલા અમિત શાહ સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક પહોંચ્યા અને પુષ્પાંજલિ અર્પિત કરી. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય રેલ મંત્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એકતાના શપથ લેવડાવ્યા. જેમાં ઉપસ્થિત લોકોએ દેશની એકતા, અખંડતા અને સુરક્ષામાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, ‘એકતા દિવસની શુભકામનાઓ આપું છું. આખો દેશ વર્ષ 2014થી આ દિવસને એકતા દિવસના રૂપમાં મનાવે છે. ગુજરાતના કેવડિયામાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને તેમને સન્માન આપવાનું કામ કર્યું છે. એ સિવાય તેમણે સંબોધનની શરૂઆત લોકોને સરદાર પટેલ જયંતીની શુભકામના આપતા કરી. તેમને કહ્યું કે, આજે આપણા દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર પટેલની 148મી જન્મજયંતી છે. આપણે બધા જાણીએ છીએ કે આઝાદી બાદ અંગ્રેજ દેશ છોડીને જતા રહ્યા.

અમિત શાહે આગળ કહ્યું કે, એ સમયે આપણાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે થોડા જ દિવસોમાં 550 કરતા વધુ દેશી રજવાડાઓને એકતાના સૂત્રમાં પરોવીને ભારતનું માનચિત્ર બનાવવાનું કામ કર્યું હતું. સરદાર પટેલના ઈરાદાઓનું પરિણામ છે કે ભારતનું માનચિત્ર છે અને કાશ્મીરથી કન્યા-કુમારી સુધી ભારત એક છે. સરદાર સાહેબ ન હોત તો આપણે અહી ન હોત. આપણે સંકલ્પ લેવાનો છે કે દેશની 100મી વર્ષગાંઠ મનાવી રહ્યા હોઈએ તો ભારત શ્રેષ્ઠ હોય, રાષ્ટ્રીય એકતા દિવસ તેમાં મહત્ત્વપૂર્ણ કડી છે. વડાપ્રધાન આજે કેવડિયામાં સંબોધિત કરશે. આપણે બધા મળીને એ સંકલ્પ લઈએ કે આ રાષ્ટ્રને આપણે સર્વપ્રથમ બનાવીએ. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી દેખાડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp