ઇન્દિરા ગાંધીની જેમ જ અમિત શાહે પણ ચૂકવવી પડશે કિંમત: ખાલિસ્તાની અમૃતપાલ

PC: indiatoday.in

પંજાબના 'વારિસ પંજાબ દે' સંગઠનના પ્રમુખ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના સમર્થકોએ ગુરુવારે જોરદાર હોબાળો કર્યો. અમૃતપાલના એક સાથી લાવપ્રીત તુફાનની ધરપકડ વિરોધમાં તેમના સમર્થકોએ અજનાલા પોલીસ સ્ટેશન પર જોરદાર હોબાળો કર્યો. આ દરમિયાન 6 પોલીસકર્મી ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઇ ગયા, જેમને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. આ દરમિયાન અમૃતપાલ સિંહે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને સીધી રીતે ધમકી આપી નાખી.

તેણે કહ્યું કે, શાહે કહ્યું હતું કે તેઓ ખાલિસ્તાન આંદોલનને આગળ વધવા નહીં દે. મેં કહ્યું હતું કે, ઇન્દિરા ગાંધીએ પણ એવું જ કર્યું હતું. જો તમે પણ એમ કરશો તો તમારે તેનું પરિણામ ભોગવવું પડશે. જો ગૃહ મંત્રી હિન્દુ રાષ્ટ્રની માગ કરનારાઓ માટે પણ એવું કહે છે કે હું જોઇશ કે તેઓ ગૃહ મંત્રી પદ પર રહી શકે છે કે નહીં. જ્યારે લોકો હિન્દુ રાષ્ટ્રની માગ કરે છે તો અમે ખાલિસ્તાનની માગ કેમ કરી શકતા નથી. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ખાલિસ્તાનનો વિરોધ કરવાની કિંમત ચૂકવી હતી. અમને કોઇ પણ નહીં રોકી શકે. પછી તેઓ વડાપ્રધાન મોદી હોય, અમિત શાહ કે ભગવંત માન.

આ અગાઉ પણ અમૃતપાલ સિંહે એક કાર્યક્રમમાં અમિત શાહને ધમકાવતા કહ્યું હતું કે પંજાબના બાળકો પણ ખાલિસ્તાનની માગ કરે છે. ઇન્દિરા ગાંધીએ પણ જવાબ આપ્યો હતો, શું પરિણામ આવ્યું બધા જાણે છે. અમિત શાહ પણ પોતાની ઇચ્છા પૂરી કરી લે. અમે પોતાનું રાજ માગી રહ્યા છીએ, કોઇ બીજાનું નહીં. ગૃહ મંત્રી હાલમાં જ ખાલિસ્તાન સમર્થકોને લઇને પોતાના વિચાર રાખી ચૂક્યા છે. પંજાબમાં ખાલિસ્તાન સમર્થકો પર સરકારની નજર છે.

ઉલ્લેખનીય છે કે અમૃતપાલના સહયોગીની ધરપકડ થવાના વિરોધમાં પંજાબના અજનાલા પોલીસ સ્ટેશનમાં પહોંચેલા સમર્થકોએ તલવારો અને બંદૂકો સાથે પોલીસ બેરિકેડ્સ તોડી દીધા. સમર્થક અમૃતપાલ સિંહના નજીકના લવપ્રીત તૂફાનની ધરપકડના વિરોધમાં પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા. તેમના સમર્થક અમૃતપાલ સિંહના નજીકના લવપ્રીત તૂફાનની ધરપકડના વિરોધમાં પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા.

સુધીર સૂરી હત્યાકાંડમાં પોલીસે ઘટનાના થોડા સમય બાદ હુમલાવર સંદીપ સિંહની ધરપકડ કરી હતી. તેની કાર પણ જપ્ત કરી લેવામાં આવી હતી. આ આરોપીની કારમાં ખાલિસ્તાનીઓનું પોસ્ટર લાગેલું હતું. એ સિવાય સંદીપના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર તેની હાલની પોસ્ટથી ખબર પડી હતી કે તે કટ્ટરપંથી હતો. સંદીપે પોતાના અકાઉન્ટ પરથી અમૃતપાલ સિંહના ઘણા વીડિયો પોસ્ટ કર્યા હતા. જેમાં ખાલિસ્તાન સમર્થક નેતા સાથે મુલાકાતનો એક વીડિયો પણ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp