ઓવૈસીએ કહ્યું- અમિત શાહ ‘Quit India’ ન બોલત, જો તેઓ આ જાણતા હોત કે...

PC: ndtv.com

AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં સરકાર વિરૂદ્ધ આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાનો પક્ષ રાખ્યો છે. ઓવૈસીએ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટનો ઉલ્લેક કરતા ગૃહ મંત્રી અમિત શાહ પર પણ હુમલો કર્યો હતો. તેમણે અમિત શાહના ભાષણની વાત કરતા કહ્યું કે, આપણા ગૃહ મંત્રી અમિત શાહે કાલે સંસદમાં ક્વિટ ઇન્ડિયા કહ્યું હતું. જો તેમને ખબર પડે કે, ક્વિટ ઇન્ડિયાનો નારો એક મુસલમાને આપ્યો હતો. યુસુફ મેહર અલીએ ભારત છોડોનો નારો લગાવ્યો હતો, તેઓ આ વાત ન બોલ્યા હોત. યુસુફ મહેર અલીએ ભારત છોડોનો નારો બનાવ્યો હતો, જેને મહાત્મા ગાંધીએ અપનાવ્યો હતો. આ દેશમાં જો ભારત છોડો એમ કહેવું છે તો એમ કહેવું પડશે કે, ચીન ભારત છોડો. એ ગૌરક્ષક કે જેનું નામ મોનૂ માનેસર છે, તે તમારા માટે મોનૂ ડાર્લિંગ બની ગયો છે, તેને કહો ક્વિટ ઇન્ડિયા.

લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ જયપુર મુંબઇ ટ્રેનમાં ફાયરિંગ, મણિપુર હિંસા, હિજાબ મુદ્દો, વર્શિપ એક્ટ અને નૂહ હિંસાને લઇને પણ મોદી સરકારને ઘેરી હતી. ઓવૈસીએ કહ્યું કે, હાલમાં જ એક ટ્રેનમાં પોલીસકર્મીએ પોતાના સીનિયરની હત્યા કર્યા બાદ ટ્રેનના કંપાર્ટમેન્ટમાં જઇને નામ પુછીને ચહેરા પર દાઢી જોઇને, કપડા જોઇને તેની હત્યા કરી અને ત્યાર બાદ તેણે કહ્યું કે, આ દેશમાં રહેવું છે તો મોદીને વોટ આપવો પડશે. હું સરકારને જાણવા માગું છું કે, તે શું કરી રહી છે.

અસદુદ્દીન ઓવૈસીએ પસમાંદા મુસલમાનોને લઇને પણ સરકાર પર નિશાનો સાધ્યો અને કહ્યું કે, પસમાંદા મુસલમાનો પર વડાપ્રધાનને વધારે પ્રેમ છે. એક પણ મુસલમાન મિનિસ્ટર નથી. અખલાક, પહલુ ખાન, લુકમાન અંસારી, જે પસમાંદા મુસલમાન હતા, તેમનું મોબ લિચિંગ કરવામાં આવ્યું. મુલસમાનો માટે નફરતનો માહોલ બનાવવામાં આવ્યો. હિજાબનો મુદ્દો બનાવી ને મુસલમાન દિકરીઓને ભણતરથી દૂર કરવામાં આવી. સરકાર જવાબ આપે કે, બિલકીસ બાનો આ દેશની દિકરી છે કે નહીં, જેના ગુનાખોરોને સરકારે છોડી દીધા.

મણિપુર પર અસદુદ્દીન ઓવૈસી બોલ્યા કે, મોદી સરકાર કહી રહી છે કે, મણિપુરના મુખ્યમંત્રી સહયોગ કરી રહ્યા છે, તેથી તેઓ તેમને નથી હટાવતા. ઓવૈસીએ કહ્યું કે, અસમ રાઇફલ્સ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાઓ સાથે અત્યાચાર થઇ રહ્યો છે. કોઇ શાયરે કહ્યું હતું કે, ખુરશી હે યે તુમ્હારા જનાજા તો નહીં, કુછ કર નહીં શકતે તો ઉતર ક્યોં નહી જાતે? ઓવૈસીએ મોદી સરકાર પાસે કુલભુષણ જાધવને લઇને પણ સવાલ પૂછ્યા છે. કહ્યું કે, કુલભૂષણ જાધવ પાકિસ્તાન જેલમાં બંધ છે, તેમને સરકાર હજુ સુધી કેમ નથી લાવી શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp