
પંજાબમાં ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ અને તેના સંગઠન વારિસ પંજાબ દે વિરુદ્ધ છેલ્લાં ચાર દિવસોથી એક્શન ચાલી રહ્યું છે. દરમિયાન અમૃતપાલ સિંહ સાથે સંકળાયેલો એક વીડિયો સામે આવ્યો છે, જેમા તે ટોલ પ્લાઝા પર કારની આગળની સીટ પર દેખાઈ રહ્યો છે. અમૃતપાલ સિંહને એક ટોલ બૂથની સામે આવેલા ફુટેજમાં કારમાં જોઈ શકાય છે. દરમિયાન, અમૃતપાલ સિંહના જે બ્રિઝા કારમાં ફરાર થવાની શંકા છે તે કાર પોલીસે જપ્ત કરી લીધી છે. શાહકોટના મનપ્રીત મન્નાના ઘરેથી ગાડી જપ્ત કરવામાં આવી છે. ગાડીમાંથી પોલીસને બંદૂક, કારતૂસ અને વોકીટોકી સેટ પણ મળ્યો છે.
અમૃતપાલ સિંહ વિરુદ્ધ શનિવાર (18 માર્ચ) ના રોજ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે પોલીસે તેનો ઘણા કિલોમીટર સુધી પીછો કર્યો જોકે, તે ભાગવામાં સફળ રહ્યો. અમૃતપાલ સિંહ ત્યારે મર્સિડિઝ કાર છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ તેણે બ્રિઝા કાર અને બાઇકનો ઉપયોગ કર્યો. તેમા તે ભૂરા રંગની પાઘડીમાં દેખાઈ રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, અમૃતપાલ સિંહ કપડાં બદલીને ભાગી ગયો હતો. પોલીસે બદલાયેલા દેખાવની તસવીરો શેર કરી છે.
પંજાબના IGP સુખચૈન સિંહે કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા યોગ્ય છે. જનતાનો સહયોગ મળી રહ્યો છે. બ્રિઝા કાર જપ્ત થઈ છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માન સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તે પહેલા મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, કોઈને પણ છોડવામાં નહીં આવશે.
પંજાબ સરકારે મંગળવારે જણાવ્યું કે, અમૃતપાલ સિંહ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાવવામાં આવ્યો છે. તેની શોધ માટે સતત મોટા સ્તર પર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સિલસિલામાં મંગળવારે અમૃતપાલ સિંહના ઘરે પંજાબ ઈન્ટેલિજન્સની ટીમ પહોંચી.
The Brezza car, in which Amritpal Singh fled, has been recovered by the Police. He was helped by four people: Punjab IGP Sukhchain Singh Gill pic.twitter.com/iB5zG1Ab7U
— ANI (@ANI) March 21, 2023
પોલીસે વારિસ પંજાબ દે સાથે સંકળાયેલા આશરે 120 લોકોની ધરપકડ કરી છે. અમૃતપાસ સિંહ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન વચ્ચે મંગળવારે પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન કોર્ટે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, 80 હજાર જવાન શું કરી રહ્યા છે? અત્યાર સુધી અમૃતપાલ સિંહ ફરાર છે. આ પંજાબ પોલીસની ગુપ્ત નિષ્ફળતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp