મારી પત્નીને પાકિસ્તાની સાથે પ્રેમ, પતિએ કેસ કરવાની માગ કરી પણ મહિલા બોલી...

PC: theweek.in

અમૃતસરના ગુરુ રામદાસ નગરમાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જગદીપક સિંહ નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનના સી ડિવિઝન અને ઈંટેલિજેંસ બ્યૂરોની ઓફિસના અધિકારીઓને પોતાની પત્નીથી બચાવવાની મદદ માગી. આ વ્યક્તિ બે દિવસ સુધી પોલીસ સ્ટેશનના ચક્કર લગાવતો રહ્યો. જગદીપક સિંહે પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે.

જગદીપક સિંહનું કહેવું છે કે તેની પત્નીને પાકિસ્તાનમાં રહેનારા એક વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો છે. પત્ની મોડી રાત સુધી તેની સાથે ફોન પર વાત કરે છે. આને લઇ તેણે પોલીસને ફરિયાદ કરી. પણ કોઈ કાર્યવાહી ન થવા પર તે ઈંટેલિજેંસ બ્યૂરોની ઓફિસે પહોંચી ગયો. અહીંના અધિકારીઓને પત્ની સામે કેસ દાખલ કરવાની વાત કહી.

તેનો પ્રેમી પાકિસ્તાની જાસૂસ નિકળ્યો તો...

જગદીપક સિંહે અધિકારીઓને કહ્યું કે, જો તેની પત્નીનો પ્રેમી પાકિસ્તાની જાસૂસ કે આતંકવાદી નીકળ્યો તો પોલીસ તેને હેરાન કરશે. આ મામલે જગદીપકની પત્નીનું કહેવું છે કે, પાકિસ્તાનથી ફોન કરનાર વ્યક્તિ તેનો પ્રેમી નહીં પણ ભાઈ બન્યો છે.

જગદીપક સિંહની પત્નીએ અધિકારીઓને કહ્યું કે, તે પોતાની દુઃખ-સુખની વાતો તે વ્યક્તિ સાથે શેર કરે છે. તો જગદીપક સિંહે પોલીસ સામે માગ કરી કે તેની પત્ની સામે કેસ દાખલ કરવામાં આવે. આ મહિલાનું નામ કુલવિંદર કૌર છે. જેમને 3 સંતાન છે. મહિલાના પતિનું કહેવું છે કે લગભગ એક મહિના પહેલા કુલવિંદરની ફેસબુક પર પાકિસ્તાનના એક વ્યક્તિ સાથે મિત્રતા થઇ ત્યાર પછી તે મોટેભાગે તેની સાથે વોટ્સએપ પર વાત કરવા લાગી.

મહિલાના પતિનું કહેવું છે કે, મને તેમના પ્રેમ વિશે જાણ થઇ તો હું ચોકી ગયો. મને ભ્રમમાં રાખવા તે એ પાકિસ્તાની વ્યક્તિને ઈંગ્લેન્ડનો કહે છે. મારી પત્ની ઘરના ઝઘડા વિશે તે પાકિસ્તાની વ્યક્તિને બધુ જ જણાવે છે. જેને લીધે તે વ્યક્તિ મારી પત્નીને પ્રોત્સાહિત કરી રહ્યો છે અને તેને બધુ છોડી તેની પાસે આવવાનું કહી રહ્યો છે.

તો બીજી બાજુ મહિલાનું કહેવું છે કે, આ ફેસબુકવાળો વ્યક્તિ મારો મિત્ર નહીં બલ્કે ભાઈ બની ગયો છે. જેને હું મારી બધી જ વાતો કહું છું. આનાથી વધારે બીજુ કશું જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp