8 વર્ષીય છોકરો લિફ્ટમાં ફસાયો, 3 કલાક જે કર્યું એ જાણીને નવાઈ પામશો

PC: twitter.com

એક 8 વર્ષનો છોકરો અને એ પણ લિફ્ટમાં એકલો. અચાનક લિફ્ટ બંધ થઈ ગઈ. ન ઉપર જાય અને ન નીચે આવે. હવે વિચારો કે છોકરાની શું હાલત થઈ હશે? પરસેવાથી રેબઝેબ, ડરના કારણે રડશે અને ચીસો પાડશે. કદાચ તમે એવું જ વિચારી રહ્યા હશો નહીં? પરંતુ ફરિદાબાદમાં એક 8 વર્ષના છોકરાએ એવું જરાય ન કર્યું, અને તેણે લિફ્ટમાં ફસાવા પર સમયનો પૂરો સદુપયોગ કર્યો. આ છોકરાનું નામ છે ગૌરવાન્વિત. મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના ફરિયાદબાદ સ્થિત ઓમેક્સ રેસિડેન્સી સોસાયટીની છે.

શનિવારે 19 ઑગસ્ટની સાંજે 8 વર્ષીય ગૌરવાન્વિત સોસાયટીની લિફ્ટમાં એકલો ફસાઈ ગયો. તે લગભગ 3 કલાક સુધી ફસાઈ રહ્યો. આચનક લિફ્ટ રોકાઈ ગઈ, જેથી થોડા સમય સુધી તે ગભરાયો. પરંતુ પછી તે સહજ થઈ ગયો. પરિવારજનોના જણાવ્યા મુજબ, ગૌરવાન્વિત સાંજે 05:00 વાગ્યે ટ્યુશન માટે પાંચમા માળથી નીચે ગયો હતો. તે લગભગ 06:00 વાગ્યા સુધી ટ્યુશનથી પાછો આવી જાય છે, પરંતુ જ્યારે તે 07:00 વાગ્યા સુધી ન આવ્યો તો પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા.

તેમણે તરત જ ગૌરવાન્વિતને આસપસમાં શોધવાની શરૂઆત કરી દીધી. થોડા સમય બાદ ખબર પડી કે બિલ્ડિંગની લિફ્ટ સાંજે 05:00 વાગ્યાથી બંધ છે. તરત જ લિફ્ટ મેનેજરને બોલાવીને લિફ્ટ ખોલવામાં આવી તો ગૌરવાન્વિત તેની અંદર બેઠો હતો. છોકરાના પરિવારજનો એ વાતથી ખૂબ નારાજ થયા કે 3 કલાક સુધી ગૌરવાન્વિત લિફ્ટમાં બંધ રહ્યો, પરંતુ કોઈએ પણ એ જાણવાનો પ્રયાસ ન કર્યો કે લિફ્ટની અંદર શું કોઈ બંધ તો નથી?

જો કે, ગૌરવાન્વિતે જણાવ્યું કે, લિફ્ટ બંધ થયા બાદ તેણે જોર-જોરથી ઘણી વખત બૂમ પડી અને ઇમરજન્સી બટન પણ દબાવ્યું, પરંતુ તેને કોઈ મદદ ન મળી. ત્યારબાદ ઘણા સમય સુધી કોઈ મદદ માટે ન આવ્યું તો તેણે લિફ્ટમાં જ શાળાની બેગ ખોલી અને ગૃહકાર્ય કરવાની શરૂઆત કરી દીધી. જ્યાં સુધી લિફ્ટ ખૂલી ત્યાં સુધી પોતાનું બધુ ગૃહકાર્ય પતાવી નાખ્યું હતું. બીજી એક ઘટના ફરિદાબાદની SRS રેસિડેન્શિયલ સોસાયટીની છે.

સોસાયટીના C7 ટાવરમાં ફ્લેટ નંબર 406માં રહેનારા વિકાસ શ્રીવાસ્તવે જણાવ્યું કે, તેની 11 વર્ષીય દીકરી સ્નેહા, જે છઠ્ઠામાં ભણે છે. રવિવારે સાંજે લિફ્ટમાં ફસાઈ રહી. તે રોજ બપોરે 03:00 વાગ્યે ટ્યુશન જાય છે અને 5:45 વાગ્યે આવી જાય છે. રવિવારે પણ તે 4:45 વાગ્યા સુધી પછી આવી ગઈ હતી, પરંતુ 06:00 વાગ્યે તે પછી જતી રહી. ત્યારબાદ તે ઘણા સમય સુધી ન આવી તો તેની બાબતે આસપાસ તપાસ કરવામાં આવી પણ કંઇ ખબર ન પડી. ખૂબ તપાસ કર્યા બાદ ખબર પડી જે છોકરી ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં છે અને લગભગ અઢી કલાકથી બંધ છે.ખૂબ મહેનત કયા બાદ તેને બહાર કાઢવામાં આવી, છોકરીની હાલત ખૂબ ખરાબ હતી અને તે પરસેવાથી રેબઝેબ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp