BJP સરકારના મંત્રી સંદીપ સિંહ સામે મહિલા કોચની છેડતી બદલ FIR દાખલ કરવામાં આવી

PC: zeenews.india.com

મહિલા કોચની ફરિયાદ પર હરિયાણાના રમત મંત્રી અને પૂર્વ હોકી ખેલાડી સંદીપ સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રમતગમત મંત્રી વિરુદ્ધ ચંદીગઢના સેક્ટર 26 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ચંદીગઢ પોલીસના પ્રવક્તાએ આ વાતને સ્વીકાર કરી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 31 ડિસેમ્બરે સંદીપ સિંહ વિરુદ્ધ IPCની કલમ 354, 354A, 354B, 342, 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

હરિયાણાના રમત મંત્રી સંદીપ સિંહ અને જુનિયર મહિલા કોચના વિવાદના મામલામાં હરિયાણાના DGPએ SIT કરી છે. તેમાં HCP રાજકુમાર કૌશિકની સાથે IPS મમતા સિંહ અને સમર પ્રતાપ સિંહ સામેલ છે. DGP વતી, SITને મહિલા કોચના આરોપોની પોઈન્ટ-બાય-પોઈન્ટ રીતે તપાસ કરવા અને શક્ય તેટલી વહેલી તકે તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

મહિલા કોચે હરિયાણાના રમત મંત્રી સંદીપ સિંહ પર આરોપ લગાવ્યો છે કે, સંદીપ સિંહે તેને સરકારી આવાસ પર બોલાવીને તેનું યૌન શોષણ કર્યું છે. એવું પણ કહેવાય છે કે, જ્યારે આ મામલે CM અને રાજ્યના ગૃહમંત્રીને ફરિયાદ કરવામાં આવી તો પણ તેમની તરફથી કોઈ મદદ મળી ન હતી. આ મામલે વિપક્ષે ખટ્ટર સરકાર પર પ્રહારો કર્યા છે અને મંત્રી સંદીપ સિંહના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

હરિયાણાના ખેલ મંત્રી અને પૂર્વ ઓલિમ્પિયન સંદીપ સિંહ પર લેડી કોચે એક નહીં પરંતુ ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલા કોચ વતી કહેવામાં આવ્યું છે કે, તેના વતી મહિલા ખેલાડીઓની છેડતી કરવામાં આવી છે. પોતાના કેસ અંગે પીડિતાએ કહ્યું કે, સંદીપ સિંહે ઈન્સ્ટાગ્રામ દ્વારા મારો સંપર્ક કર્યો હતો. તે અમુક વેનિશ મોડથી વાત કરી રહ્યો હતો જેના કારણે બધી વાતો ડિલીટ થઈ ગઈ. હવે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, આ વાતચીત બાદ સંદીપ સિંહે લેડી કોચને પોતાના સત્તાવાર નિવાસસ્થાને બોલાવી હતી. કેટલાક દસ્તાવેજોના નામે આવવાનું કહેવામાં આવ્યું હતું અને પછી ત્યાં છેડછાડ કરવામાં આવી હતી.

પીડિતાના જણાવ્યા મુજબ, તેણીને મંત્રી દ્વારા તેની પસંદગીની પોસ્ટિંગ અને અન્ય સુવિધાઓની લાલચ આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે જો વાત માની જઈશ તો, તને બધું જ મળશે. પરંતુ હવે મહિલા કોચે મંત્રીની એક પણ માંગ ન સ્વીકારી હોવાના કારણે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તેના કારણે તેની અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે અને તેની ટ્રેનિંગ પણ બંધ કરી દેવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે, પીડિતા દ્વારા CMથી લઈને અન્ય મંત્રીઓનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો, મદદ માટે અપીલ પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ મામલે વિપક્ષ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

જ્યારે, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમના તરફથી નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું હતું કે, એક જુનિયર કોચે મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. મારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, હું તે મહિલા કોચને ક્યારેય મળ્યો નથી. તેમના વતી આયોજિત પ્રેસ કોન્ફરન્સ પણ INLD ઓફિસમાંથી થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp