બેરોજગાર જમાઈને સસરાએ ભણાવીને પોલીસ બનાવ્યો,પણ પરિવાર છોડી બીજી સ્ત્રી પાછળ પાગલ

PC: hindi.news18.com

બિહારના ભાગલપુરમાં મક્કારીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક બેરોજગાર જમાઈને સસરાએ પોતાના ખર્ચે ભણાવીને પોતાના પગ પર ઉભો રહે તે માટે સક્ષમ બનાવ્યો, તે જમાઈ પોતાની પત્ની અને બાળકોને છોડીને એક પરિણીત સ્ત્રીના પ્રેમમાં પાગલ થઈ ગયો. વાસ્તવમાં ભાગલપુરના નાથનગર વિસ્તારમાં જૂની સરાયની રહેવાસી ચંદ્રકલા દેવીના લગ્ન વર્ષ 2013માં કંપનીબાગના ગોપાલ કુમાર મંડલ સાથે થયા હતા. ગોપાલ મંડલની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તે ચંદ્રકલા દેવી સાથે તેના સાસરે જ રહેવા લાગ્યો. આ દરમિયાન સસરા રાધારમણ મંડલે પોતાના જમાઈ ગોપાલ મંડલને પોતાના પૈસાથી ભણાવ્યો ગણાવ્યો, અને એ લાયક બનાવ્યો કે તે પોતાના પગ પર ઉભો રહી શકે. ત્યાર પછી તેણે જમાઈ ગોપાલ મંડલને બિહાર પોલીસમાં નોકરી અપાવી.

નોકરી મળતાં જ ગોપાલ મંડલે તેની પત્નીને છોડીને સાસરે આવવા જવાનું બંધ કરી દીધું હતું અને બીજા લગ્ન કરવાની ધમકી આપવા લાગ્યો હતો. ચંદ્રકલા દેવીના કહેવા પ્રમાણે, લગ્નના થોડા વર્ષો સુધી તો બધું બરાબર ચાલતું હતું, પરંતુ આ દરમિયાન ભાગલપુરના ભટૌડિયામાં રહેતી બે બાળકોની માતા વીણા દેવી સાથે ગોપાલ મંડલનું પ્રેમસંબંધ ચાલવા લાગ્યું, જેના માટે ગામમાં પંચાયત પણ બોલાવવામાં આવી હતી. આ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારબાદ ગોપાલ મંડલે તેની પત્ની ચંદ્રકલા દેવી સાથે રહેવાની વાત કરી હતી, પરંતુ ડ્યુટી પર જવાનું બહાનું કરીને ગોપાલ મંડલે તેની પ્રેમિકા વીણા દેવીને ગુપ્ત રીતે મળતો રહ્યો.

જ્યારે પણ ચંદ્રકલા દેવી આનો વિરોધ કરતી ત્યારે ગોપાલ મંડલ તેની સાથે મારપીટ કરતો હતો. હવે ગોપાલ મંડલ તેની પત્ની ચંદ્રકલાને છોડીને તેની પ્રેમિકા વીણા દેવી સાથે લગ્ન કરવાની વાત કરી રહ્યો છે, જે બાળકની માતા છે. ત્યાર પછી ચંદ્રકલા ભાગલપુર પોલીસ કેપ્ટન આનંદ કુમાર પાસે ન્યાય મેળવવા માટે અરજી કરવા પહોંચી હતી. બીજી તરફ ભાગલપુરના SSP આનંદ કુમારે કહ્યું કે, મામલો સામે આવ્યો છે. ચંદ્રકલા દેવીની અરજી મળી છે અને આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. પીડિતાને વકીલ મારફત કોર્ટને જાણ કરવા કહેવામાં આવ્યું છે. અમે પણ આ મામલાની અમારી રીતે તપાસ કરીશું. અહીં તમને જણાવી દઈએ કે, ચંદ્રકલા દેવીને પાંચ વર્ષની પુત્રી છે. પતિ ગોપાલ મંડલ હાલમાં ઔરંગાબાદની પોલીસ લાઇનમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp