આનંદ મહિન્દ્રા સ્પેનિશ ભાષા શીખી રહ્યા છે, જાણો કેમ? વીડિયો જોઈ તમે હસી પડશો

PC: businesstoday.in

સ્પેનિશ શીખતી મહિલાનો વીડિયો આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે,તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ટ્વિટર યુઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે.ચેરમેનની આ ટ્વીટને 5 લાખથી વધુ વખત જોવામાં આવી છે

દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ અને અબજોપતિ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ કંઈક ને કંઈક પોસ્ટ કરતા રહે છે, જે વાયરલ થાય છે. આ વખતે તેમણે પોતાના વિશે એક મોટો ખુલાસો કર્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન એક બીજા દેશની ભાષા શિખવા માટે તન-તોડ મહેનત કરી રહ્યા છે. તેમણે આ પોતોના કામને પડકારરૂપ બતાવીને એક વીડિયો શેર કર્યો છે અને કહ્યું કે જુઓ આ કેટલું અઘરું છે.

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે કોઇ પણ વું કામ શિખવા માટે મહેનત તો કરવી જ પડે છે અને ઘણી વખત લોકો માટે એ મુશ્કેલ પણ બની જતું હોય છે. બીજા દેશોની ભાષા શિખવી એ પણ પડકારરૂપ કામોમાનું એક છે. આનંદ મહિન્દ્રા દ્રારા શેર કરવામાં આવેલા વીડિયોમાં આ જ વાતનું ઉદાહરણ છે. આ 30 સેક્ન્ડનો વીડિયો જોઇને તમે પણ કહેશો તે ખરેખક, આ સરળ કામ નથી.આનંદ મહિન્દ્રાએ શેર કરેલા વીડિયોમાં એક મહિલા સ્પેનેશ શિખવાની કોશિશ કરી રહી છે. સ્પેનિશ ભાષા અને તેના ભાષાંતરને દર્શાવતો વીડિયો એકદમ દિલચસ્પ છે.

મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આ નાનો વીડિયો શેર કર્યો અને લખ્યું, મારા જમાઈ અને પૌત્ર બંને સ્પેનિશ બોલનારા હોવાને કારણે, હું તે કૌશલ્ય શીખવા માટે સખત મહેનત કરી રહ્યો છું, મુખ્યત્વે ઑનલાઇન Duolingo. એપ દ્વારા, જે ખૂબ જ સુંદર રીતે સમજાવે છે કે તે શા માટે છે. આ કરવું સરળ નથી?  વીડિયો જોયા પછી જે સમજાય છે તે મુજબ તે તેમાં સ્પેનિશ ભાષા શીખી રહી છે, તે સ્પેનિશ શબ્દો સમજવા કરતાં વધુ મૂંઝવણમાં લાગે છે.

આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલ સ્પેનિશ શીખતી મહિલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ટ્વિટર યુઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. આ ટ્વીટને 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યું હતું. આ વાયરલ વીડિયો પર યુઝર્સના જવાબો પણ ખૂબ જ ફની છે. એક યૂઝરે લખ્યુ કે સ્પેનિશના કેટલાંક શબ્દો હિંદી અને મરાઠી શબ્દોથી મળતા આવે છે. તો એક યૂઝરે લખ્યુ કે, ખરેખર, આ અઘરૂં છે, પરંતુ મને લાગે છે કે સ્પેનિશ શિખવું એ ફ્રેન્ચ કરતા સરળ છે.

આનંદ મહિન્દ્રા દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરાયેલ રમુજી, ઇનોવેટીવ આઇડિયા અને મોટિવેશનલ ટ્વીટ્સ યૂઝરો દ્વારા પસંદ કરવામાં આવે છે. આવું જ કંઈક તેમના નવા ટ્વીટ સાથે થયું છે, જેને યૂઝર્સ ખૂબ પસંદ અને શેર કરી રહ્યા છે. આનંદ મહિન્દ્રાની ટ્વિટર પર મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. તેના ફોલોઅર્સની સંખ્યા 10.4 મિલિયનને વટાવી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp