USમાં કેબ બુક કરાવતી વખતે આનંદ મહિન્દ્રા-મુકેશ અંબાણી સુનિતા વિલિયમ્સને મળ્યા

PC: indiatimes.com

કોઈ બીજા શહેરમાં જો અચાનક કોઈ પોતાનું મળી જાય તો ચહેરા પર એક અલગ જ પ્રકારનું સ્મિત ખીલી ઉઠે છે. આવું જ કંઈક ભારતના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને આનંદ મહિન્દ્રા સાથે થયું હતું. ભારતીય-અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ તે બંનેને વોશિંગ્ટનમાં મળ્યા હતા.

જ્યારે આનંદ મહિન્દ્રા અને મુકેશ અંબાણી કેબ બુક કરાવી રહ્યા હતા, ત્યારે તેઓએ એક પરિચિત ચહેરો જોયો. આ ચહેરો સુનીતા વિલિયમ્સનો હતો. આમ જોવા જઈએ તો, એ માનવું વધુ મુશ્કેલ છે કે, ભારત દેશના બે સૌથી અમીર લોકો પોતાના માટે ટેક્સી બુક કરાવતા હતા. આપણા દેશમાં તો આવી કલ્પના કરવી જ મુશ્કેલ છે, પરંતુ વિદેશમાં કંઈપણ થઈ શકે છે.

દર વખતની જેમ, આનંદ મહિન્દ્રા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા તેમની US ટ્રિપ સાથે સંબંધિત માહિતી શેર કરી રહ્યા હતા, પરંતુ તેમની એક પોસ્ટ થોડી વધારે શેર થઈ ગઈ. આ એ જ પોસ્ટ હતી જેમાં તે, મુકેશ અંબાણી અને સુનીતા વિલિયમ્સ એક ફ્રેમમાં હાજર હતા.

આનંદ મહિન્દ્રાએ ધ વોશિંગ્ટન મોમેન્ટમાં એવું લખ્યું છે કે, તેઓ, મુકેશ અંબાણી, વૃંદા કપૂર અને US સેક્રેટરી ફોર કોમર્સ વાત કરી રહ્યા હતા અને તે દરમિયાન તેઓ તેમનું શટલ ચૂકી ગયા. ત્યાર પછી તેમણે ઉબેર બુક કરાવ્યું અને આ દરમિયાન તેણે સુનીતા વિલિયમ્સને જોઈ હતી.

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી PM નરેન્દ્ર મોદી સાથે US સ્ટેટ ડિનર માટે વોશિંગ્ટન ગયા હતા. PM નરેન્દ્ર મોદીને આવકારવા માટે આ ઓફિશિયલ ડિનરનું આયોજન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને કર્યું હતું. આ સ્ટેટ ડિનરમાં ભારતના અનેક પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મુકેશ અંબાણી પરિવાર ઉપરાંત ગૂગલના CEO સુંદર પિચાઈ અને તેમની પત્ની, સત્ય નડેલા, ઈન્દિરા નૂયી પણ હાજર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp