પગથી તીર ચલાવી ગોલ્ડ જીત્યો, આનંદ મહિન્દ્રાએ કહ્યું- મનપસંદ કાર સિલેક્ટ કરી લો

PC: india.postsen.com

દુનિયાની પહેલી હાથ વિનાની મહિલા તીરંદાજ છે શીતલ દેવી. જેણે હાલમાં જ ચીનના હાંગઝૂમાં થયેલી એશિયન પેરા ગેમ્સ 2023માં જોરદાર પ્રદર્શન કરતા દેશ માટે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા છે. તીરંદાજ શીતલ દેવીની પ્રતિભાના બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ કાયલ થઇ ગયા છે. એજ કારણ છે કે, હવે આનંદ મહિન્દ્રાએ તીરંદાજ શીતલ દેવીને ખૂબ જ ખાસ ભેટ આપવાની જાહેરાત કરી છે.

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાની એક સોશિયલ મીડિયા પોસ્ટ ઝડપથી વાયરલ થઇ રહી છે. તેમણે આ પોસ્ટ એશિયન પેરા ગેઇમ્સમાં બે ગોલ્ડ મેડલ હાંસલ કરનારી તીરંદાજ શીતલ દેવી માટે કરી છે. શીતલ દેવીના હાથ નથી. તે પગથી નિશાનો સાધે છે. તેની આ ઉપલબ્ધિ પછી આનંદ મહિન્દ્રાએ તેને ખાસ ભેટ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, શીતલ પોતાની ફેવરિટ કોઇપણ કાર સિલેક્ટ કરી શકે છે. હમે એ કારને તેમના હિસાબે કસ્ટમાઇઝ કરીશું.

આનંદ મહિન્દ્રાએ એક્સ પર પોસ્ટ શેર કરી શીતલ દેવીનો એક વીડિયો પણ શેર કર્યો છે. તેમણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, હું હવે મારા જીવનમાં ક્યારેય પણ નાની-મોટી સમસ્યાઓ વિશે ફરિયાદ કરીશ નહીં. શીતલ દેવી તમે અમારા સૌ કોઇ પણ એક શિક્ષક સમાન છે. કૃપા કરી અમારી રેન્જમાંથી તમે કોઇપણ કાર સિલેક્ટ કરી લો અને અમે તેને તમારા ઉપયોગ માટે તમારા હિસાબે કસ્ટમાઇઝ કરીશું. આનંદ મહિન્દ્રાની આ પહેલને લોકો ખૂબ વખાણી રહ્યા છે.

પગથી કરે છે તીરંદાજી

જમ્મુ કાશ્મીરની રહેનારી 16 વર્ષીય શીતલના હાથ નથી. તે પગથી જ તીરંદાજી કરે છે. કિશ્તવાડના દૂરના વિસ્તારમાં સૈન્ય શિવિરમાં મળી આવેલી શીતલને ભારતીય સેનાએ દત્તક લીધી હતી. તેણે એશિયન પેરા ગેઇમ્સમાં વ્યક્તિગત કમ્પાઉન્ડ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા જુલાઈમાં શીતલે પેરા વિશ્વ તીરંદાજીમાં પણ સિંગાપુરની અલીમ નૂર એસને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જેને અત્યાર સુધીમાં 2.3 મિલિયન લોકો જોઇ ચૂક્યા છે અને 67 હજારથી વધારે લોકોએ પોસ્ટને લાઇક કરી છે. પોસ્ટ જોયા પછી એક યૂઝરે લખ્યું કે, હા સર. ખરેખર વાસ્તવમાં આ આપણા બધા માટે પ્રેરણાદાયી છે. શીતલનો સાહસ અને ઉપલબ્ધિ અદ્ભૂત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp