આનંદ મહિન્દ્રાએ શેર કરેલો સેનાના જવાનનો આ વીડિયો જોઈ તમે પણ ભાવૂક થઇ જશો

ઓટોમોબાઇલ ક્ષેત્રની અગ્રણી કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન અને દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર જબરદસ્ત એક્ટિવ રહે છે અને તેમના અનેક વીડિયોને લોકોએ વખાણ્યા છે. મહિન્દ્રાએ ભારતીય સેનાના જવાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે અને તે જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. ભારતીય સેનાના સૈનિકનો એક વીડિયો પોસ્ટ કરીને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ લખ્યુ જો તમે ભારતીયો અને સૈનિકો વચ્ચેના ભાવનાત્મક જોડાણને સમજવા માંગતા હોવ તો તમારે આ વીડિયો જોવો જોઈએ. હું આ પરિવારને સલામ કરું છું.

આ હ્રદયર્સ્પશી વીડિયોને જોયા પછી લોકો ભાવૂક થયા છે અને લોકો માત્ર ભારતીય સેનાના જવાનોને જ નહીં, પરંતુ તેમના પરિવાર અને માતા-પિતાને પણ સલામ કરી રહ્ય છે, જેમના સંતાનો દેશ માટે સરહદ પર છે. આ જવાનો ગરમી, વરસાદ, ઠંડી કે કોઇ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં દેશ માટે છાતી ચોડી કરીને ઉભા રહે છે.

આનંદ મહિન્દ્રાએ પોસ્ટ કરેલા વીડિયોને જોઇને લાગી રહ્યું છે કે એક જવાન રજા લઇને પોતાના ઘરે આવ્યો છે અને તેનું જે પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યું છે તે ખરેખર દીલને ર્સ્પશી જનારું છે.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ 16 ઓગસ્ટે રિટાયર્ડ મેજર પવન કુમારની એક ટ્વીટને પોસ્ટ કરીને લખ્યુ કે જો તમે ભારતીયો અને આપણી રક્ષા કરતા સૈનિકો વચ્ચેના ભાવનાત્મક જોડાણને સમજવા માંગતા હો, તો આ વિડિયો જોવો જ જોઈએ. હું આ પરિવારને સલામ કરું છું.

મહિન્દ્રાની આ પોસ્ટને અત્યાર સુધીમાં 7 હજાર લાઇક્સ મળી ચૂકી છે અને 1.64 લાખ વ્યૂઝ મળ્યા છે.સેંકડો યૂઝર્સ આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે.યૂઝર્સ લખી રહ્યા છે કે અમને સેનાના પરિવારજનો પર ગર્વ છે.

આ વીડિયો 2.14 મિનિટનો છે.તેની શરૂઆતમાં એક જવાન વાહનમાંથી ઉતર્યા પછી રેડ કાર્પેટ પરથી ચાલીને પરિવારના લોકો પાસે પહોંચે છે. બધાને સલામ કરે છે અને ઝુકીને વડીલોના આર્શીવાદ લે છે. જવાનના આગમનની ખુશીમાં 'વેલકમ બેક ટુ હીરો' ઘૂંટણિયે પડીને માથું ટેકવે છે. જવાનનું સ્વાગત કરવામાં પરિવારના આબાલ વૃદ્ધ સૌ લાગી ગયા હતા અને સૈનિકનું સ્વાગત કરવામાં કોઈ કસર છોડી નહોતી. જવાન એક પછી એક  બધાને ગળે મળે છે. પરિવારજનો તેના પર ફૂલો પણ વરસાવે છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.