આનંદ મહિન્દ્રાએ શેર કરેલો સેનાના જવાનનો આ વીડિયો જોઈ તમે પણ ભાવૂક થઇ જશો

ઓટોમોબાઇલ ક્ષેત્રની અગ્રણી કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન અને દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર જબરદસ્ત એક્ટિવ રહે છે અને તેમના અનેક વીડિયોને લોકોએ વખાણ્યા છે. મહિન્દ્રાએ ભારતીય સેનાના જવાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે અને તે જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. ભારતીય સેનાના સૈનિકનો એક વીડિયો પોસ્ટ કરીને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ લખ્યુ જો તમે ભારતીયો અને સૈનિકો વચ્ચેના ભાવનાત્મક જોડાણને સમજવા માંગતા હોવ તો તમારે આ વીડિયો જોવો જોઈએ. હું આ પરિવારને સલામ કરું છું.
આ હ્રદયર્સ્પશી વીડિયોને જોયા પછી લોકો ભાવૂક થયા છે અને લોકો માત્ર ભારતીય સેનાના જવાનોને જ નહીં, પરંતુ તેમના પરિવાર અને માતા-પિતાને પણ સલામ કરી રહ્ય છે, જેમના સંતાનો દેશ માટે સરહદ પર છે. આ જવાનો ગરમી, વરસાદ, ઠંડી કે કોઇ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં દેશ માટે છાતી ચોડી કરીને ઉભા રહે છે.
If you want to understand the emotional connect between Indians and our Jawans who protect us, look no further than this video…. I salute this family… pic.twitter.com/HdcAGwU58f
— anand mahindra (@anandmahindra) August 16, 2023
આનંદ મહિન્દ્રાએ પોસ્ટ કરેલા વીડિયોને જોઇને લાગી રહ્યું છે કે એક જવાન રજા લઇને પોતાના ઘરે આવ્યો છે અને તેનું જે પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યું છે તે ખરેખર દીલને ર્સ્પશી જનારું છે.
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ 16 ઓગસ્ટે રિટાયર્ડ મેજર પવન કુમારની એક ટ્વીટને પોસ્ટ કરીને લખ્યુ કે જો તમે ભારતીયો અને આપણી રક્ષા કરતા સૈનિકો વચ્ચેના ભાવનાત્મક જોડાણને સમજવા માંગતા હો, તો આ વિડિયો જોવો જ જોઈએ. હું આ પરિવારને સલામ કરું છું.
મહિન્દ્રાની આ પોસ્ટને અત્યાર સુધીમાં 7 હજાર લાઇક્સ મળી ચૂકી છે અને 1.64 લાખ વ્યૂઝ મળ્યા છે.સેંકડો યૂઝર્સ આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે.યૂઝર્સ લખી રહ્યા છે કે અમને સેનાના પરિવારજનો પર ગર્વ છે.
આ વીડિયો 2.14 મિનિટનો છે.તેની શરૂઆતમાં એક જવાન વાહનમાંથી ઉતર્યા પછી રેડ કાર્પેટ પરથી ચાલીને પરિવારના લોકો પાસે પહોંચે છે. બધાને સલામ કરે છે અને ઝુકીને વડીલોના આર્શીવાદ લે છે. જવાનના આગમનની ખુશીમાં 'વેલકમ બેક ટુ હીરો' ઘૂંટણિયે પડીને માથું ટેકવે છે. જવાનનું સ્વાગત કરવામાં પરિવારના આબાલ વૃદ્ધ સૌ લાગી ગયા હતા અને સૈનિકનું સ્વાગત કરવામાં કોઈ કસર છોડી નહોતી. જવાન એક પછી એક બધાને ગળે મળે છે. પરિવારજનો તેના પર ફૂલો પણ વરસાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp