મહિલાએ પંખાની મદદથી જમાવી દીધી આઇસ્ક્રીમ, જુગાડ જોઈને મહિન્દ્રા પણ થયા ઇમ્પ્રેસ

PC: navbharattimes.indiatimes.com

બિઝનેસમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને મોટા ભાગે તેઓ કંઈક ને કંઈક ટ્વીટ કરતા રહેતા હોય છે. તેઓ ક્યારેક જુગાડનો વીડિયો શેર કરે છે, તો ક્યારેક કોઈ મજેદાર વીડિયો. ફરી એક વખત આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને છવાઈ ગયા છે. આ વખત તેમણે આઇસ્ક્રીમ બનાવવાનો એવો જુગાડ શેર કર્યો છે, જેને જોયા બાદ ઘણા લોકો કહેશે- પંખાનો એવો ઉપયોગ પહેલા ક્યારેય નથી જોયો, કેમ કે ભાઈ આ વાયરલ વીડિયોમાં એક મહિલા આઇસ્ક્રીમને જમાવવા માટે રેફ્રિજરેટરનો નહીં, પરંતુ સીલિંગ ફેનનો ઉપયોગ કરે છે.

હા.. એ જ છતવાળો પંખો. ઉનાળાની શરૂઆત સાથે આનંદ મહિન્દ્રાની આ ટ્વીટ એ લોકો માટે ખૂબ કામની છે જે રેફ્રિજરેટર વિના ઘર પર આઇસ્ક્રીમ બનાવવા માગે છે. આ વીડિયો આનંદ મહિન્દ્રાએ 29 માર્ચના રોજ ટ્વીટર પર પોસ્ટ કર્યો અને લખ્યું કે, જહાં ચાહ, વહા રાહ, હેન્ડ મેડ એન્ડ ફેન મેડ આઇસ્ક્રીમ. માત્ર ભારતમાં. આ ક્લિપને અત્યાર સુધી 12 લાખ કરતા વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તો 52 હજાર કરતા વધુ લાઇક્સ અને 5736 રીટ્વીટ્સ મળી ચૂકી છે.

સેકડો યુઝર્સે તેના પર પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે, દેશી ક્વાલિટી, બીજાએ તેને અદ્દભુત જુગાડ કહી દીધો, તો ઘણા યુઝરે કહ્યું કે, દુનિયાની બેસ્ટ અને શુદ્ધ આઇસ્ક્રીમ. આ પ્રકારથી કેટલાક યુઝર્સે કહ્યું કે, એ ભારતમાં જ સંભવ છે. આ અઢી મિનિટના વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક મહિલા સૌથી પહેલા આઇસ્ક્રીમન મિશ્રણને મોટા તપેલામાં પકાવ્યા બાદ એક બરણીમાં કાઢે છે. તેને સ્ટૂલ પર રાખેલ સ્ટીલ કન્ટેનર વચ્ચે રાખી દે છે અને તેની ચારે તરફ બરફ નાખી દે છે.

ત્યારબાદ સીલિંગ ફેન સાથે બાંધેલા દોરડાને બરણીના હેન્ડલ સાથે બાંધીને પાંખો ચાલુ કરી દે છે. પછી શું પંખાની સ્પીડના હિસાબે ડોલ બરફ વચ્ચે કન્ટેનરમાં ફરવા લાગે છે. તેનાથી ધીરે ધીરે આઇસ્ક્રીમનું મિશ્રણ થવા લાગે છે. થોડા સમય બાદ મહિલા એક કટોરીમાં બરણીમાંથી આઇસ્ક્રીમ કાઢીને પીરસે છે. તમારું તેના પર શું કહેવું છે કમેન્ટ કરીને જણાવશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp