અનંત અંબાણીએ આ રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 કરોડ રૂપિયા દાનમાં આપ્યા

PC: firstpost.com

એશિયાના સૌથી ધનિક અને દુનિયાના અબજોપતિઓની યાદીમાં સામેલ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ એક રાજ્યના મુખ્યમંત્રી રીલિફ ફંડમાં 25 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ પહેલા ગયા વર્ષે અનંત અંબાણીએ આસામના પૂરગ્રસ્તો માટે 25 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા.

તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં સામેલ કરાયેલા મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ શુક્રવારે ઉત્તરાખંડ મુખ્યમંત્રી રીલિફ ફંડમાં 25 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અનંત અંબાણીનો આભાર વ્યક્ત કયો છે.

આ માહિતી ઉત્તરાખંડ સરકારે એક નિવેદન દ્રારા આપી છે. ઉત્તરાખંડ સરકારે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અનંત અંબાણી તરફથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓએ શુક્રવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નિવાસ સ્થાને 25 કરોડ રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રીલિફ ફંડ માટે આપ્યો હતો.

કોરોના મહામારી વખતે અનંત અંબાણીએ બદ્રીનાથ કેદારનાથ સમિતિને 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

જાણવા મળેલી માહિતી મુજબ હિમાલયની ગોદમાં વસેલા ઉત્તરાખંડમાં આ વખતે વરસાદને કારણે ભારે નુકશાન થયું છે.પૂર પ્રભાવિત રાજ્યને મદદ કરવા માટે અનંત અંબાણીએ મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 કરોડની મદદ કરી છે.


ઓક્ટોબર 2020માં અનંત અંબાણીએ ચારધામ દેવસ્થાન બોર્ડને કોવિડ લોકડાઉનના સમયમાં થયેલા નુકસાન માટે મદદ કરવા 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ત્યાર બાદ 2021માં રિલાયન્સ ફાઉંડેશન દ્વારા રાજ્યના આપદા પ્રબંધન અથોરિટીને કોવિડથી રાહત સંબંધિત પ્રયાસો માટે 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ગત વર્ષે બદ્રીનાથ અને કેદારનાથની મંદિર કમિટીમાં 2.5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી વાર્ષિક સાધારણ સભામાં મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે તેમની દીકરી ઇશા અંબાણી, પુત્રો આકાશ અંબાણી અને અનંત અંબાણીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં સામેલ કરાયા છે. અનંત અંબાણી જિયો, રિટેલ અને એનર્જિમાં ડિરેકટરના પદ સંભાળી ચૂક્યા છે.

મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેકટર્સે ઇશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને નોન એક્ઝિક્યુટીવ ડિરેકટર્સ તરીકે મંજૂરી આપી દીધી છે. શેરહોલ્ડર્સની મંજૂરી મળ્યા પછી ત્રણેય સંતાનોની નિમણુંક પ્રભાવી બનશે એમ મુકેશ અંબાણીએ કહ્યુ હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાંથી નીતા અંબાણી બહાર થઇ ગયા હતા,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp