પૂર્વ મુખ્યમંત્રી અને TDP ચીફ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ, જાણો શું છે આરોપ

PC: deccanherald.com

આંધ્ર પ્રદેશથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરી લેવામાં આવી છે. CIDએ તેલેગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કર્યું હતું. વોરંટ જાહેર થયાના થોડા જ સમય બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી. જે સમયે તેમની ધરપકડ કરી એ સમયે ચંદ્રબાબુ નંદયાલામાં બસમાં રોકાયા હતા. બસથી ઉતર્યા બાદ પોલીસે તેમની સાથે વાતચીત કરી અને તેમની ધરપકડ કરી લેવામાં આવી.

કૌશલ વિકાસ કૌભાંડના કેસમાં SIT અને CID અધિકારીઓએ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરી છે. ચંદ્રબાબુએ સવાલ કર્યો કે, જ્યારે કૌશલ કૌભાંડ સાથે જોડાયેલા કોઈ પુરાવા વિના કેસની તપાસ કોર્ટમાં ચાલી રહી છે તો તેમની કેવી રીતે ધરપકડ કરવામાં આવશે. વકીલોએ કેસના કાગળો આપવા અને FIR કોપી દેખાડવા કહ્યું કે, પરંતુ પોલીસે કહ્યું કે, તેઓ રિમાન્ડ રિપોર્ટ નહીં આપી શકે. ચંદ્રબાબુની ધરપકડ દરમિયાન ખૂબ ડ્રામા થયા. તેમની તબિયત ખરાબ થવાનો દાવો કરવામાં આવ્યો. ધરપકડ બાદ CID તેમની તપાસ માટે હૉસ્પિટલ લઈ ગઈ.

આંધ્ર પ્રદેશના મંત્રીઓ અને સત્તાધારી YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના નેતાઓએ દાવો કર્યો હતો કે, TDPના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ 118 કરોડ રૂપિયાની લાંચ લીધી. એ સિવાય તેમના ઉપર 350 કરોડ રૂપિયાના કૌભાંડનો પણ આરોપ છે. ચંદ્રબાબુ નાયડુએ બે દિવસ અગાઉ જ કહ્યું હતું કે, તેમણે કસ્ટડીમાં લઈ શકાય છે. હાઇ બ્લડ પ્રેશર અને સુગરની જાણકારી મળ્યા બાદ CID ચંદ્રબાબુ નાયડુને મેડિકલ તપાસ માટે લઈ ગઈ છે. ચંદ્રબાબુ નાયડુના વકીલે કહ્યું કે, અમે જામીન માટે હાઇ કોર્ટનો દરવાજો ખખડાવી રહ્યા છીએ.

વકીલોએ FIRમાં ચંદ્રબાબુ નાયડુનું નામ હોવા પર સવાલ ઉઠાવ્યા. ચંદ્રબાબુએ પોલીસને સવાલ કર્યો કે, FIRમાં નામ બતાવ્યા વિના તેમની ધરપકડ કેવી રીતે કરી શકે છે. પોલીસે કહ્યું કે, ધરપકડ કરવા અગાઉ એ દસ્તાવેજ આપવા પડશે. ચંદ્રબાબુએ કહ્યું કે, સામાન્ય વ્યક્તિને પણ એ પૂછવાનો અધિકાર છે કે તેની શા માટે ધરપકડ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, તેમણે ડી.કે. બસુના કેસ મુજબ કાર્યવાહી કરી છે. તેઓ 24 કલાકની અંદર ધરપકડના કારણો સાથે દસ્તાવેજ ઉપલબ્ધ કરાવી દેશે.

ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, પોલીસ સમજ્યા વિના કામ કરી રહી છે. તે ચંદ્રબાબુની ધરપકડ કરીને વિજયવાડા લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. ચંદ્રબાબુ કૌશલ વિકાસ કૌભાંડમાં આરોપી છે. ચંદ્રબાબુ નંદયાલાની યાત્રાએ હતા. તેઓ આર.કે.ના સમારોહ હોલમાં રોકાયા હતા. DIG રઘુરામી રેડ્ડી અને જિલ્લા SP રઘુવીરા રેડ્ડી અન્ય પોલીસ અધિકારીઓ સાથે રાત્રે એ જગ્યા પર ગયા, જ્યાં તેઓ રોકાયા હતા. અંતે TDP નેતાઓને કસ્ટડીમાં  લેવામાં આવ્યા અને ત્યાંથી લઈ જવામાં આવ્યા.

શનિવારે સવારે 05:00 વાગ્યા બાદ પોલીસ એ ગાડી સુધી પહોંચી જ્યાં ચંદ્રબાબુ રોકાયા હતા. ગાડીની આસપાસ ઉપસ્થિત TDP નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. ધરપકડ કરવામાં આવલા લોકોમાં ભૂમા બ્રહ્માનંદ રેડ્ડી, ભૂમા અખિલપ્રિયા, જગત વિખ્યાત રેડ્ડી, એ.વી. સુબાર રેડ્ડી, બી.સી. જનાર્દન રેડ્ડી અને અન્ય સ્થાનિક TDP નેતા સામેલ હતા. સમારોહ હૉલ પાસે ઉપસ્થિત TDP નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસે ત્યાંથી હટાવી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp