માતાના પ્રેમીએ પુલથી આપ્યો ધક્કો, પાઇપથી લટકી રહી છોકરી, બહાદુરી જોઇને પોલીસ...

PC: twitter.com/APPOLICE100

આંધ્ર પ્રદેશના ગુન્ટૂર જિલ્લામાં રહેનારી 13 વર્ષીય છોકરીને તેની માતાના લિવ ઇન પાર્ટનરે પુલથી નદીમાં ધક્કો આપી દીધો હતો. ત્યારબાદ તે લગભગ અડધા કલાક સુધી પાઇપ સાથે લટકતી રહી. તે હિંમત ન હારી અને મોબાઇલથી 100 નંબર પર પોલીસને કોલ કરીને પોતાનો જીવ બચાવ્યો. પોલીસ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી તો છોકરી પ્લાસ્ટિકની પાઇપથી લટકી રહી હતી. તેની બહાદુરી જોઇને પોલીસ પણ હેરાન રહી ગઇ. પોલીસે તાત્કાલિક છોકરીને ત્યાંથી બહાર કાઢી.

હાલમાં ફરાર આરોપી અને માતાના લિવ ઇન પ્રેમીની શોધખોળ કરવામાં આવી રહી છે. રિપોર્ટ મુજબ, પીડિત છોકરીનું નામ કિર્તના છે. આરોપીએ તેને, તેની માતા પુપ્પાલા સુહાસિની (ઉંમર 36 વર્ષ) અને બહેન જર્સી (ઉંમર 1 વર્ષ)ને રવિવારે ગોદાવરી નદીમાં ધક્કો આપી દીધો હતો. આરોપીએ પુલ પર સેલ્ફી લેવાના બહાને આ ઘટનાને અંજામ આપ્યો. અકસ્માતમાં માતા અને બહેનની જાણકારી મળી શકી નથી, પરંતુ 13 વર્ષીય છોકરી કેબલ પાઇપ પકડીને લટકી રહી. તે એક હાથથી પાઇપ પકડીને હતી. નીચે તેજ નદી વહી રહી હતી.

ત્યારે તેની નજર ખિસ્સામાં રાખેલા મોબાઇલ પર પડી. તેણે જેમ-તેમ કરીને મોબાઇલ કાઢ્યો અને 100 નંબર ડાયલ કરીને પોલીસ પાસે મદદ માગી. જાણકારી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી અને છોકરીને બચાવી લેવામાં આવી. ઉલવા સુરેશ નામનો આરોપી માતાનો લિવ ઇન પાર્ટનર હતો. જ્યારે આરોપીએ પુલથી ધક્કો આપ્યો તો કિર્તના પુલની બાજુમાં એક પ્લાસ્ટિક કેબલ પાઇપ પાસે પડી ગઇ અને તેને પકડીને લગભગ અડધો કલાક સુધી લટકતી રહી.

લટકતી વખત તેણે પોતાના ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો અને પોલીસ પાસે મદદ માગવા માટે 100 નંબર ડાયલ કર્યો. અકસ્માતમાં તેની માતા અને બહેન ગુમ થઇ ગઇ, જ્યારે પોતાની હિંમતની મદદથી છોકરીનો જીવ બચી ગયો. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે તેને બચાવી લીધી. આ બાબતે પોલીસે કહ્યું કે, અમારી પાસે રવિવારે સવારે લગભગ 3:50 વાગ્યે મદદ માટે એક કોલ આવ્યો અમે સવારે 4:00 વાગ્યે ઘટનાસ્થળ પર પહોંચ્યા.

અમે જોયું એક છોકરી ખતરનાક સ્થિતિમાં પુલની પાઇપ લાઇન સાથે ચોંટેલી હતી. ત્યારબાદ પોલીસે હાઇવે મોબાઇલ કર્મચારીઓ સાથે મળીને છોકરીને બચાવી. પીડિત છોકરીએ પોલીસને જણાવ્યું કે સુરેશ નામનો વ્યક્તિ મારી માતા સાથે રહે છે. તે અમને રાજામહેન્દ્રવરમ લઇ ગયો હતો. ત્યારબાદ તેણે સેલ્ફી લેવાના બહાને રાવુલાપલેમ બ્રિજ પર કાર રોકી અને અમને ત્રણેયને ગોદાવરીમાં ધક્કો આપી દીધો. હાલમાં પોલીસ છોકરીની ગુમ માતા અને બહેનની શોધખોળ કરી રહી છે. તો આરોપી સુરેશ ફરાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp