પાકિસ્તાન ગયેલી અંજુ પાછી ભારત આવી રહી છે, કહ્યું- બધા સવાલોનો જવાબ તૈયાર છે

રાજસ્થાનના ભીવાડીથી પાકિસ્તાન પહોંચેલી અંજુ આ મહિનાના અંતમાં એટલે કે ઓક્ટોબર સુધીમાં ભારત પરત ફરી રહી છે. અંજુએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મીડિયા સાથેની વાતચીતમાં અંજુએ જણાવ્યું કે તે તેના બાળકો માટે આવી રહી છે. તે તમામ સવાલોના જવાબ આપવા તૈયાર છે.
અંજુએ જણાવ્યું કે પાકિસ્તાનમાં તેના વિઝાની મર્યાદા સમાપ્ત થઈ રહી છે અને મારે મારા બાળકો પાસે પાછા આવવું છે. અંજુએ કહ્યુ કે, તે અલવર પરત ફર્યા બાદ તેના બાળકો સાથે વાત કરશે. તેમના તમામ સવાલોના જવાબ આપશે. તેણીએ કહ્યું કે તે દેશની સુરક્ષા એજન્સી અથવા પોલીસના તમામ સવાલોના જવાબ આપવા તૈયાર છે. મેં કશું ખોટું કર્યું નથી. તે જે પણ કરી રહી છે, તે તેના બાળકોના સારા ભવિષ્ય માટે કરી રહી છે.
અંજુએ આગળ કહ્યું કે, બીજા શું વિચારે છે તેની સાથે મારે કોઇ મતલબ નથી. મારા માતા-પિતા અને પરિવારને દરેક વાતની જાણકારી હતી. જ્યારે હું પાકિસ્તાન પહોંચી તો સૌથી પહેલો ફોન મેં મારી બહેનને કર્યો હતો. પતિ સાથે તો મારો પહેલેથી જ સંબંધ તુટી ચૂક્યો છે. મારા પતિ અરવિંદે મારી સામે ખોટી ફરિયાદો કરેલી છે, પરંતુ મારી પાસે બધા સવાલોના જવાબ છે. બસ થોડા દિવસ રાહ જુઓ બધુ સત્ય સામે આવી જશે.
અંજુએ કહ્યુ કે હું માત્ર એક સપ્તાહ માટે પાકિસ્તાન આવી હતી, મારે નસરુલ્લા સાથે લગ્ન કરવા હતા, પરંતુ હું એવું વિચારતી હતી કે હું તેને સમજું, પછી એ ભારત આવીને મારા માતા-પિતાને મળે અને પછી અમે બંને લગ્ન કરીએ. પરંતુ સોશિયલ મીડિયામાં એટલું વાતનું વતેસર થઇ ગયું કે મારે તાત્કાલિક નસરુલ્લાહ સાથે લગ્ન કરવા પડ્યા. બધું અચાનક આવી પડ્યું.
અંજુએ કહ્યું કે, હું ભારત આવીને મારા બાળકો સાથે વાત કરીશ, જો તેઓ મારી સાથે પાકિસ્તાનના આવવા ઇચ્છતા હશે તો હું તેમને પાકિસ્તાન લઇને પાછી આવી જઇશ. અને જો તેઓ ભારતમાં રહેવા માંગતા હશે તો તેમને ભારતમા રહેવા દઇશ.
અંજુએ કહ્યુ કે, મારો ઇરાદો બિલુકલ ખોટો નહોતો. જુ પાકિસ્તાન પુરા કાયદાકીય રીતે આવી છું એટલે જ નોકરી છોડીને નહોતી આવી. પાકિસ્તાન આવતા પહેલાં મે મારા પુત્રનું એડમિશન પણ કરાવ્યું હતું.
અંજુએ કહ્યું કે, મને મારા બાળકોની ખુબ યાદ આવે છે અને હું ઘણા દિવસ સુધી રાતભર જાગતી રહી હતી.
અલબત્ત અંજુ ઓક્ટોબરમાં ભારત પાછા ફરવાની વાત કરી રહી છે. પરંતુ આ નિવેદનમાં કેટલું સત્ય છે તે જોવું રહ્યું. કારણ કે આ પહેલા પણ તે કહી ચૂકી છે કે તે જલ્દી જ ભારત પરત ફરશે. પરંતુ પરત ફરી નહોતી. આ સાથે શું અંજુના બાળકો અને પરિવાર તેને સ્વીકારશે? આ એવા સવાલો છે જે લોકોના મનમાં છે. અંજુએ પાકિસ્તાની પ્રેમી નસરુલ્લા સાથે લગ્ન કર્યા છે. તે ત્યાં અંજુમાંથી ફાતિમા બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp