પાકિસ્તાન ગયેલી અંજુને હવે ભારત પાછા આવવું છે, કહ્યું- પાકિસ્તાનમાં ખુશ છું પણ..

પોતાના પતિ અને 2 બાળકોને છોડીને પાકિસ્તાનમાં નસરુલ્લા સાથે લગ્ન કરનાર ભારતની અંજુનું મન હવે ભરાઇ ગયું લાગે છે.અંજુએ કહ્યું કે હવે મારે ભારત પાછા આવવું છે, અહીં હું દુખી થઇ ગઇ છું,મારા બાળકો મને બહુ યાદ આવે છે.અંજુએ કહ્યું કે મારા કારણે મારા પરિવારે ભારે અપમાન સહન કરવું પડ્યું છે, એટલે દુખી છું. મારે મારા બાળકોને મળવું છે.
રાજસ્થાનના અલવરથી પાકિસ્તાન ગયેલી અંજુના હવે અચાનક સૂર બદલાયા છે.હવે અંજુને ભારત પાછા આવવું છે.BBCના એક રિપોર્ટ મુજબ, અજુંએ કહ્યુ છે કે અત્યારે તે પાકિસ્તાનમાં આમ તો ખુશ છે. બધા તેનો સારી રીતે ખ્યાલ રાખી રહ્યા છે,પરંતુ હવે મારે ભારત જવું છે, મારા બાળકોની મને બહું ચિંતા થઇ રહી છે.
અંજુએ કહ્યું કે તે ભારત પાછી ફરીને બધા સવાલોનો સામનો કરવા તૈયાર છે. જે પ્લાનિંગ સાથે હું આવી હતી, મેં વિચારેલું કઇંક હતું અને કઇંક જુદુ જ થઇ ગયું. ઉતાવળમાં મારાથી ભૂલ થઇ ગઇ. અહીં જે કઇં પણ થયું તેને કારણે ભારતમાં મારા પરિવારે ભારે સહન કરવાનું આવ્યું, તેમણે અપમાન સહન કર્યા. આ બધું મારે કારણે થયું, એટલે હું એકદમ દુખી છું. હું એટલે પણ દુખી છે કે મારા બાળકોના મગજમાં મારા માટે શું ઇમેજ બની હશે?
અંજુએ ક્હયું કે હું કોઇ પણ રીતે ભારત જવા માંગુ છે અને દરેક લોકોના સવાલોના જવાબ આપીશ. હું મારી પોતાની મરજીથી પાકિસ્તાન આવી છું અને મને અહીં સારી રીતે રાખવામાં આવે છે.
પાકિસ્તાન આવવાનો મારા વ્યક્તિગત નિર્ણય હતો, પરંતુ આ વાત આટલી વણસી જશે તેનો મને અંદાજ નહોતા. હવે બધું નોર્મલ થયા પછી ભારત જવા માંગું છુ અને ખાસ કરીને મારા નાના બાળકને મારે પાછું મેળવવાનું છે.
ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુને લઇને એવા સમાચાર સામે આવ્યા હતા કે તેના વીઝાનો સમય વધારી દેવામાં આવ્યો છે, પરંતુ મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે અંજુના વીઝાનો સમયગાળો વધ્યો નથી. અંજુના પાકિસ્તાની પતિ નસરુલ્લાહે કહ્યું કે, વીઝા લંબાવવા માટે અરજી કરી હતી, પરંતુ હજુ સુધી કોઇ જવાબ મળ્યો નથી. પોલીસે પણ કહ્યુ કે તેમને એવા કોઇ દસ્તાવેજો મળ્યા નથી, જેમાં અંજૂના વીઝા વધારવામાં આવ્યા હોય. અંજુના વીઝા 31 ઓગસ્ટ સુધીના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp