મણિપુર ઘટના પર પહેલીવાર બોલ્યા અન્ના હજારે, બોલ્યા- સ્ત્રી...

મણિપુરની ઘટનાને લઈને આખા દેશમાં ગુસ્સો છે. દરેક આ ધ્રુણિત ઘટનાની નિંદા કરી રહ્યું છે. હવે આ ઘટનામાં સામેલ આરોપીઓ માટે સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ મોતની સજાની માગ કરી છે. અન્ના હજારેએ શનિવાર (22 જુલાઇના રોજ)એ કહ્યું કે, આ ઘટનામાં સામેલ ગુનેગારોને મોતની સજા આપવામાં આવે. એવા ગુનેગારોને ફાંસીના ફંદા પર લટકાવવા જોઈએ. આ ઘટના માનવતા પર ડાઘ છે. અન્ના હજારેએ કહ્યું કે, સ્ત્રી આપણી મા છે, બહેન છે. આ પ્રકારની હરકત બિલકુલ સહન કરવામાં નહીં આવે.
તેમણે એવા વ્યક્તિની પત્ની સાથે હેવાનિયત કરી છે, જે દેશની રક્ષા માટે સીમા પર ઊભો રહ્યો છે. એવા ફોજીની પત્ની સાથે એવું કૃત્ય ખૂબ ગંભીર ઘટના છે. આ ઘટના માનવતા પર ખૂબ મોટું કલંક છે. આ અગાઉ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને મણિપુરની ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) અને RSS પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશના ધર્મનિરપેક્ષ, લોકતાત્રિક સમાજે એવું મહેસૂસ કરવું જોઈએ કે સંઘ પરિવારના એજન્ડાએ મણિપુરને દંગા ઝોનમાં બદલી દીધું છે.
ઉલ્લેખનીય છે કે મણિપુરના કંગપોકપી જિલ્લામાં 4 મેના રોજ 2 આદિવાસી મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવવામાં આવી હતી. આ દરમિયાન આ મહિલાઓના પરિવારજનોની હત્યા કરવામાં આવી અને આરોપ છે કે તેમની સાથે રેપ પણ કરવામાં આવ્યો. બુધવારે આ ઘટનાનો 26 સેકન્ડનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ આખા દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ મહિલાઓ સાથે એક ભારતીય સેનાના પૂર્વ જવાનની પત્ની છે, જેમણે આસામ રેજિમેન્ટમાં કોન્સ્ટેબલના રૂપમાં સેવાઓ આપી હતી અને કારગિલ યુદ્ધમાં પણ હિસ્સો લીધો હતો.
આ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપીઓ સહિત 6 લોકોની ધરપકડ કરી છે. મણિપુર પોલીસે શનિવારે ટ્વીટ કરીને જાણકારી આપી કે આજે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી મુખ્ય 5 આરોપીઓ અને એક કિશોર સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મણિપુરમાં ગત 3 મેના રોજ મેતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માગને લઈને કુકી અને મેતેઈ સમુદાય વચ્ચે જાતીય હિંસા શરૂ થઈ હતી, જેમાં અત્યાર સુધી 160 કરતા વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp