કેજરીવાલને CBIએ બોલાવ્યા, જાણો એના પર અન્ના હજારેએ શું કહ્યું

દિલ્હીમાં આબકારી નીતિ કૌભાંડની તપાસ કરતા હવે CBI મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રીને 16 એપ્રિલ એટલે કે આજે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. કેજરીવાલને મળેલા સમન્સ પર અન્ના હજારેએ પ્રતિક્રિયા આપી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા અન્ના હજારેએ કહ્યું કે, કેટલાક દોષ નજરે પડી રહ્યા છે એટલે પૂછપરછ થશે, જો ભૂલ કરી છે તો સજા થવી જોઈએ. હું તો પહેલા પણ એક ચિઠ્ઠી લખી ચૂક્યો હતો.

અન્ના હજારેએ કહ્યું કે, દારૂ બાબતે શું વિચારો છો, સારી વાતો વિચારો, પૈસા માટે કંઈ પણ કરવાનું સારું નથી, દારૂથી કોઈનું ભલું થયું નથી, એટલે અત્યારે CBIએ જોયું હશે તો તપાસ થઈ રહી છે, જો કોઈ દોષ નીકળે છે તો સજા મળવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે આ મારી સાથે હતા ત્યારે એવો કોઈ દિવસ નહીં હોય, જ્યારે મેં એમ ન કહ્યું હોય કે, આચાર, વિચાર શુદ્ધ રાખો. શુદ્ધ રસ્તે જ જવાનું છે. અવળા રસ્તે ન જવું જોઈએ. મને ખૂબ દુઃખ થાય છે કે સિસોદિયા જેવા વ્યક્તિ જેલમાં છે. હંમેશાં સમાજ અને દેશનું ભલું થવું જોઈએ, પોતાનું નહીં.

દિલ્હી સરકારમાં આબકારી નીતિ કૌભાંડથી હાહાકાર મચી ગયો છે. CBIએ આ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે અને તેમને આજે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ દરમિયાન શનિવારે સમાચાર આવ્યા કે દિલ્હી વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ વિશેષ સત્ર સોમવારે માટે બોલાવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી (AAP) સરકારે આ વિશેષ સત્ર એવા સમયે બોલાવ્યું છે, જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને CBIએ પૂછપરછ માટે બોલાવ્યા છે.

આ કેસમાં ED તરફથી હાલમાં જ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. તે મુજબ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દારૂ વેપારી અને આબકારી નીતિ કૌભાંડના મુખ્ય આરોપી સમીર મહેન્દ્રૂ પાસેથી ફેસટાઇમ કોલ પર વાત કરી હતી. આ વાતચીત આમ આદમી પાર્ટીના સંચાર પ્રભારી વિજય નાયરે કરાવી હતી. ED મુજબ ગયા વર્ષે 12 અને 15 નવેમ્બરના રોજ પૂછપરછ દરમિયાન સમીરે અધિકારીઓને જણાવ્યું હતું કે, વિજય નાયરે અરવિંદ કેજરીવાલ સાથે તેની મુલાકાત નક્કી કરી હતી, પરંતુ જ્યારે વાત ન બની શકી તો વિજયે તેમની સાથે ફેસટાઇમ કોલ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે વીડિયો કોલ દ્વારા વાત કરાવી.

EDનું કહેવું છે કે, આ વાતચીતમાં અરવિંદ કેજરીવાલે સમીર મહેન્દ્રૂને કહ્યું કે, વિજય તેનો છોકરો છે, તે તેના પર ભરોસો કરી શકે છે અને તેણે વિજય સાથે રહેવું જોઈએ. આ કૌભાંડમાં નાયર આરોપીઓમાંથી એક છે. સમીર મહેન્દ્રૂ અને વિજય નાયરે કથિત રીતે દિલ્હી આબકારી નીતિ કૌભાંડમાં બીજાઓ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. સમીર અને વિજય સાથે મળીને કામ કરી રહ્યો હતો અને રાજનેતાઓ અને દારૂના વેપારીઓ સાથે ઘણી બેઠકોનો હિસ્સો પણ રહ્યો હતો.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.