અન્ના હજારે મહારાષ્ટ્રમાં ફરી આંદોલનનું રણશીંગુ ફુંકશે, હજારો સૈનિકો ભેગા કરશે

PC: facebook.com/annahazareoffice

કિશન બાપટ બાબુલાલ હજારે જેમને લોકો અણ્ણા હજારે તરીકે જાણે છે તેઓ વર્લ્ડકપ ફાઇનલના દિવસથી એટલે કે 19 નવેમ્બરથી રાલેગણ સિદ્ધીથી ફરી એકવાર આંદોલનનું રણશીંગું ફુંકી રહ્યા છે. આ વખતે તેમનું આંદોલન સૈનિકો માટે હશે. 19 નવેમ્બરે મોટી સંખ્યામાં સૈનિકો આંદોલનમાં જોડાશે. 86 વર્ષની વયે પહોંચેલા અણ્ણા હજુ પણ અડીખમ છે.

અણ્ણા હજારે એક સામાજિક કાર્યકર છે જેમણે ઘણા સામાજિક સુધારાઓનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે. તેમનું સૌથી પ્રસિદ્ધ કાર્ય એ સિસ્ટમમાં જન લોકપાલ બિલની રજૂઆત છે, જેણે ભારતમાં ભ્રષ્ટાચાર-સંબંધિત કેસોની તપાસ કરવા લોકપાલની સ્થાપના કરવા માટે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની દરખાસ્ત કરી હતી.

અણ્ણા હજારે ફરી એકવાર રાલેગણ સિદ્ધિથી વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. જેમાં દેશભરના સૈનિકો ભાગ લેશે. આ આંદોલન શા માટે કરવામાં આવી રહ્યું છે. તે હવે જાણો.

રાલેગણ સિદ્ધિમાં ફરી અણ્ણાનું આંદોલન થશે. દેશભરના પૂર્વ સૈનિકો સરકાર સામે લડત આપવા માટે રાલેહણ સિદ્ધીમાં ભેગા થશે.ભૂતપૂર્વ સૈનિકો 19મી નવેમ્બરે રાલેગણ સિદ્ધિમાં વિરોધ પ્રદર્શન કરશે. અણ્ણા હજારે સૈનિકોના આંદોલનને માર્ગદર્શન આપશે. 19 નવેમ્બરે રાલેગણ સિદ્ધીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે હજારો સૈનિકો રાજ્યના ખેડુતોની તેમના પાકની ગેરટીં કિંમત મળે, દેશના જવાનોનું ભવિષ્ય સંકટમાં ન રહે, જવાનોના બાળકોને મફત શિક્ષણ મળે આવી બધી તેમની માંગ છે.

રાલેગણ સિદ્ધિ એ પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના પારનેર તાલુકામાં આવેલું એક ગામ છે. તે પુણેથી 87 કિમીના અંતરે આવેલું છે. ગામનો વિસ્તાર 982.31 હેક્ટર છે. ગામમાં વૃક્ષારોપણ, જમીનનું ધોવાણ ઘટાડવું, વરસાદી પાણી જાળવી રાખવા માટે નહેરો ખોદવા જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ઉર્જા માટે, ગામ સૌર ઉર્જા, બાયોગેસ અને પવનચક્કીનો ઉપયોગ કરે છે. આ પ્રોજેક્ટને ગ્રામીણ પ્રજાસત્તાકના ટકાઉ મોડલ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.

અણ્ણા હજારેએ તેમની જમીન બાળકોની હોસ્ટેલ માટે દાનમાં આપી હતી અને સ્વૈચ્છિક નિવૃત્તિ પછી પેન્શન દ્વારા મળેલા નાણાંનું પણ ગામના વિકાસમાં રોકાણ કર્યું હતું. આજે પણ અણ્ણા ગામના મંદિરમાં રહે છે અને હોસ્ટેલમાં બાળકો માટે બનાવેલ ભોજન જ ખાય છે. આજે ગામ માત્ર આત્મનિર્ભર નથી, પણ આજુબાજુના ગામોને દૂધ, ઘાસચારો વગેરેનો પુરવઠો પણ પૂરો પાડે છે. આ પ્રયાસ માટે તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp