મસ્જિદ માટે જમીન નહીં આપું, મંદિર માટે મફત આપી દઇશ: મુસ્લિમ વ્યક્તિની જાહેરાત
પોતાની જમીન વિવાદથી કંટાળેલા મધ્ય પ્રદેશના એક મુસ્લિમ વ્યકિતએ જાહેરાત કરી છે કે, હિંદુભાઇઓ ઇચ્છે તો મારી જમીન પર મંદિર બંધાવી દે, હું તેમને મફતમાં જમીન આપી દઇશે. પરંતુ મસ્જિદ માટે જમીન કોઇ પણ સંજોગોમાં નહીં આપું.
મધ્ય પ્રદેશના મુરૈનામાં આવેલા જૌરા વિસ્તારમાં પોતાના સમાજથી પરેશાન થઇને એક મુસ્લિમ પરિવાર હિંદુ ધર્મ અપનાવવા માટે થઇ ગયો છે. મસ્જિદની બહાર સ્થિત ઘરના માલિક યુસુફ ખાન હવે હિંદુ સંગઠનોને અપીલ કરી રહ્યો છે કે મારી જમીન પર મંદિર બાંધી દો, એના માટે હું તમને મફતમાં મારી જમીન આપી દઇશ.
યુસુફ ખાનનું કહેવું છે કે મસ્જિદ વાળા મારા પૂર્વજોનું મકાન તોડીને મસ્જિદમાં ભેળવી દેવા માંગે છે. આ વાતથી હું પરેશાન છુ અને મારી જમીન હું હિંદુ ભાઇઓને આપવા માંગુ છુ. આ જમીન પર તેઓ મંદિર બનાવે, ટ્ર્સ્ટ બનાવે, હું તેમને પુરો સહયોગ કરીશ. ઉદઘાટન પણ કરી દઇશ, પરંતુ મસ્જિદ વાળાઓને જમીન નહીં આપું.
યુસુફ ખાને ક્હયું કે, મસ્જિદ વાળા મને કરોડો રૂપિયા આપે તો પણ, હું મારી જમીન તેમને આપવાનો નથી. યુસુફ ખાને કહ્યું કે, છેલ્લા 30 વર્ષથી અમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. એટલે મારો પરિવાર હિંદુ ધર્મ અપનાવવા તૈયાર છે.
યુસુફ કાન પોતાની ફરિયાદ લઇને પોલીસ અને તંત્ર પાસે પણ ગયો છે, પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. યુસુફનું કહેવું છે કે મારા પૂર્વજોનું મકાન જબરદસ્તીથી કબ્જો કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તાજેતરમાં તેની પર હુમલો પણ થયો હતો. યુસુફે દાવો કરતા કહ્યું છે કે મને એ વાતનો પુરો ડર છે કે મારી ગમે ત્યારે હત્યા કરી દેવામાં આવશે એટલે પોલીસ પાસે પહોંચ્યો છું.
મૌરેનાના ડેપ્યુટી કલેકટર નરોતમ ભાર્ગવે કહ્યું કે મસ્જિદની બાજુમાં યુસુફ ખાનને પટ્ટો મળેલો છે અને તે પોતાના પરિવાર સાથે રહે છે. પરંતુ હવે મસ્જિદ કમિટી અને યુસુફ વચ્ચે વિવાદ ઉભો થયો છે.
અધિકારીઓનું કહેવું છે કે યુસુફ ખાન હિંદુ ધર્મ અપનાવે તો તેનો વ્યકિતગત મામલો છે, એની સાથે તંત્રને કોઇ લેવા-દેવા નથી, પરંતુ ફરિયાદ મળી છે તો તપાસ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp