નારાજ CM શિંદે રજા પર ઉતરી ગયા? CMએ પોતે પ્રશ્નોના જવાબ આપ્યા; DyCMએ પણ વાત કરી

મહારાષ્ટ્રની રાજનીતિમાં આ દિવસોમાં એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે CM એકનાથ શિંદેના સ્થાને અન્ય કોઈને CM બનાવવામાં આવી શકે છે. અજિત પવારની BJP સાથેની મિત્રતા અને તેમના ઘણા ધારાસભ્યોને લાવવાની અટકળોએ આ ચર્ચાને વેગ આપ્યો છે. એટલું જ નહીં, આ દરમિયાન, CM એકનાથ શિંદે તેમના ગૃહ જિલ્લા સાતારાના ત્રણ દિવસના પ્રવાસ પર છે અને તેમના ગામની પણ મુલાકાત લીધી છે. આ કારણે ચર્ચા એવી પણ ફેલાઈ હતી કે CM એકનાથ શિંદે નારાજ ચાલી રહ્યા છે અને તેના કારણે તેઓ ત્રણ દિવસની રજા પર ઉતરી ગયા છે. જો કે આ અટકળો પર પૂર્ણવિરામ મુકવા માટે CM એકનાથ શિંદે પોતે આગળ આવ્યા છે.

તેણે કહ્યું કે હું રજા પર નથી પરંતુ ડબલ ડ્યુટી પર છું. CM એકનાથ શિંદેએ કહ્યું, 'હું અત્યારે સતારાના પ્રવાસે છું. અહીં આવ્યા બાદ મેં તાપોલા ખાતે પુલનું નિરીક્ષણ કર્યું અને તપોલા મહાબળેશ્વર રોડનું ભૂમિપૂજન પણ કર્યું. મહાબળેશ્વરમાં પ્રવાસનના સંદર્ભમાં સમીક્ષા બેઠક પણ યોજી હતી, તેથી હું રજા પર છું તે સાચું નથી. ખરેખર હું ડબલ ડ્યુટી પર છું.' આગળ બોલતા તેમણે વિરોધીઓની ટીકાનો પણ જવાબ આપ્યો. CM શિંદેએ કહ્યું કે, તે લોકો પાસે કંઈ બચ્યું નથી, તેથી તેઓ મારા પર આરોપ લગાવી રહ્યા છે. અમે તેમને ઘરે બેસાડી દીધા છે, તેથી તેઓ આરોપો જ લગાવશે.

CM એકનાથ શિંદેએ કહ્યું કે, અમે આવા લોકોને આરોપોથી નહીં પરંતુ કાર્યોથી જવાબ આપીશું. તેમણે કહ્યું કે, સતારા આવ્યા પછી ઘણા લોકો તેમને મળવા આવ્યા. અહીંના લોકોની સમસ્યાઓના નિરાકરણ પર મારી પ્રાથમિકતા છે. તે માટે નિયમિત બેઠકો યોજવામાં આવી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે, ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સુષ્મા અંધારેએ ગઈ કાલે CM એકનાથ શિંદે રજા પર ઉતરી ગયા છે તેમ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, CM એકનાથ શિંદેની ખુરશી જોખમમાં છે અને મને કહેવામાં આવ્યું છે કે, તેઓ પોતાને બચાવવા માટે સાતારામાં પૂજા કરવા ગયા છે.

આ દરમિયાન DyCM દેવેન્દ્ર ફડણવીસ પણ તેમના સાથીદારના બચાવમાં આવ્યા છે. તેમણે એક TV ચેનલને કહ્યું કે, અમારું જોડાણ મજબૂત છે. DyCM ફડણવીસે કહ્યું કે, અમે 2024ની લોકસભા ચૂંટણી પણ CM એકનાથ શિંદેના નેતૃત્વમાં લડીશું. તેમણે કહ્યું હતું કે, સરકારની અસ્થિરતાની વાતો જનતામાં નથી પરંતુ મહાવિકાસ આઘાડી દ્વારા ફેલાવવામાં આવી રહી છે. હું પરિવર્તન જોઈ રહ્યો છું. દરેક પસાર થતા દિવસોમાં અમારું જોડાણ દિવસે-દિવસે મજબૂત થઈ રહ્યું છે.

વધુમાં, DyCM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જેણે પણ નાગપુરમાં તેમને ભાવિ CM કહીને બેનર લગાવ્યું છે, તેણે તરત જ બેનર ઉતારી લેવું જોઈએ. કમ સે કમ BJPમાં કોઈએ આવી મૂર્ખતા ન કરવી જોઈએ. DyCM ફડણવીસે એમ પણ કહ્યું કે, તેમને નથી લાગતું કે, બેનર લગાવનાર વ્યક્તિ BJPનો હશે. કેટલાક અતિ ઉત્સાહી લોકો એવા હોય છે કે, જેઓ પ્રસિદ્ધિ માટે, પોતાને સમાચારોમાં લાવવા માટે આવા બેનર લગાવતા હોય છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.