અનોખી જાન...વરરાજા અને જાનૈયાઓનો એવો 'કાફલો' નીકળ્યો કે લોકો આશ્ચર્યચકિત થયા

PC: amarujala.com

મધ્યપ્રદેશના ખરગોનમાં વરરાજાના એકદમ અનોખા લગ્નની જાન નિકાળી હતી. બળદગાડા પર વરરાજા અને 35 ટ્રેક્ટરમાં જાનૈયાઓ બિરાજમાન હતા. આ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા. બળદગાડા અને ટ્રેક્ટરની નીકળેલી આ જાન ચર્ચાનો વિષય બની રહી છે. ત્યારે આવી જાન કાઢવા પાછળ વરરાજાએ આપેલી દલીલ જે વધુ ચર્ચાઈ રહી છે.

હકીકતમાં, ખરગોન જિલ્લા મુખ્યાલયથી લગભગ 80 કિલોમીટર દૂર બડવાહ પોલીસ સ્ટેશન વિસ્તારના બદેલ ગામના ધીરજ પરિહારના લગ્ન ગામની જ ભાગ્યશ્રી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. વરરાજાએ પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક અલગ કરવાનું વિચાર્યું.

તેથી તેણે બળદગાડા અને ટ્રેક્ટર સાથે કન્યાના દરવાજા સુધી જાન લઈ જવાનું નક્કી કર્યું. તેણે પોતાના માટે બળદ ગાડું અને જાનૈયાઓ માટે ટ્રેક્ટર પસંદ કર્યા. બળદગાડા અને 35 ટ્રેક્ટર સાથે જાન નિકાળી હતી. ત્યારે સૌની નજર આ જાન પર ટકેલી હતી. જેમાં 150 લોકો ટ્રેક્ટર પર સવાર હતા.

આ રીતે જાન કાઢવા અંગે ધીરજે કહ્યું કે, ભગવાન શિવ નંદી પર સવાર થઈને માતા પાર્વતી સાથે લગ્ન કરવા ગયા હતા. તેથી મેં બળદગાડા પર જાન નીકાળવાનું નક્કી કર્યું. તેમજ જાનૈયાઓ માટે ટ્રેક્ટરમાં લઇ જઈને જાન કાઢી હતી.

વાસ્તવમાં આ લગ્ન બદેલ ગામના રહેવાસી ધીરજના પિતા સીતારામ પરિહારના હતા. કન્યા પણ બડેલ ગામના રહેવાસી દેવી સિંહ કાગની પુત્રી ભાગ્યશ્રી હતી. બળદગાડા અને DJ સાથે 35 ટ્રેક્ટર પર ધીરજની જાન નીકાળવામાં આવી હતી. વરરાજા ધીરજ બળદગાડા પર આગળ ચાલી રહ્યો હતો, જેની પાછળ 35 ટ્રેક્ટર પર 150 જેટલા જાનૈયાઓ બિરાજમાન હતા.

અહીં તમને જણાવી દઈએ કે, ધીરજ બેંગ્લોરમાં કામ કરે છે. તેના પિતા ખેડૂત છે. તે ખેતરમાંથી લગ્નની જાન નીકળીને અનોખી રીતે દુલ્હનના દરવાજે પહોંચ્યો. લગભગ એક કિલોમીટર લાંબા ટ્રેક્ટર સાથેના કાફલા સાથે નીકળેલી જાન જોઈને ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આવી રીતે જાન નીકળવા અંગે ધીરજના પિતા સીતારામ કહે છે કે, છેલ્લા એક મહિનાથી તેઓ તેમના પુત્રના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા. ટ્રેક્ટર અને બળદગાડા એ ખેડૂતની ઓળખ છે. તેથી જ આ રીતે પુત્રની જાન નીકળવાની યોજના બનાવવામાં આવી હતી. જો કે, ધીરજની ઈચ્છા હતી કે તે ભગવાન શિવની જેમ નંદી પર સવાર થઈને લગ્ન કરવા નીકળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp