આ રાજ્યમાં ભાજપને ઝટકો, વધુ એક ધારાસભ્યએ આપી દીધું રાજીનામું

PC: thestatesman.com

ત્રિપુરામાં આગામી થોડા મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી થવા જઇ રહી છે અને આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ને ઝટકા પર ઝટકા મળી રહ્યા છે. બુધવારે પાર્ટીના ધારાસભ્ય દીબચંદ્ર હરંગખવાલે ત્રિપુરા વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે, આ વર્ષે રાજ્યમાં સત્તાધારી ગઠબંધનમાંથી રાજીનામું આપનારા તેઓ સાતમા ધારાસભ્ય બની ગયા છે. દીબચંદ્ર હરંગખવાલ ધોલાઇના કરમછેડાથી આદિવાસી ધારાસભ્ય છે અને તેમણે પોતાના રાજીનામાનું કારણ અંગત બતાવ્યું છે. તેમણે આ પગલું વિધાનસભાની ચૂંટણીથી થોડા મહિના અગાઉ ઉઠાવ્યું છે.

રાજીનામું આપ્યા બાદ દીબચંદ્ર હરંગખવાલે કહ્યું હતું કે, મેં ધારાસભ્ય પદ પરથી રાજીનામું વિધાનસભા સચિવને સોંપી દીધું છે કેમ કે વિધાનસભા અધ્યક્ષ રત્ન ચક્રવર્તી ઉપસ્થિત નહોતા, મેં અંગત કારણોથી રાજીનામું આપ્યું છે. દીબચંદ્ર હરંગખવાલ પહેલા ત્રિપુરા કોંગ્રેસના અધ્યક્ષ હતા અને વર્ષ 2018માં થયેલી વિધાનસભાની ચૂંટણીથી બરાબર પહેલા ભાજપમાં સામેલ થઇ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, મારે આગામી પગલાંને લઇને નિર્ણય લેવાનો છે, પરંતુ નિશ્ચિત રૂપે હું રાજનીતિમાં રહીશ કેમ કે હું રાજનૈતિક વ્યક્તિ છું.

દીબચંદ્ર હરંગખવાલ રાજ્યમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા આશિષ કુમાર સાહા સાથે વિધાનસભા પહોંચ્યા હતા. આશિષ કુમાર સાહાએ આ વર્ષની શરૂઆતમાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. તેની સાથે જ ભાજપે આ વર્ષે પોતાના ચોથા ધારાસભ્યને ગુમાવી દીધા છે. આશિષ કુમાર સાહા સિવાય સુદીપ રૉય બર્મન અને બુરબો મોહને પણ આ વર્ષે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું. સૂરમાથી ધારાસભ્ય આશિષ દાસ વિધાનસભા સભ્ય માટે અયોગ્ય કરાર આપવામાં આવ્યા હતા.

તો સરકારમાં ભાજપની ભાગીદાર ઇન્ડિજિનસ પીપલ્સ ફ્રંટ ઓફ ત્રિપુરા (IPFT)ના 3 ધારાસભ્યો ધનંજય ત્રિપુરા, બ્રૃષકેતુ દેબબર્મા અને માવેર કુમાર જામતિયાએ પણ રાજીનામું આપી દીધું હતું. દીબચંદ્ર હરંગખવાલના રાજીનામાં પર પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રવક્તા સુબ્રતા ચક્રવર્તીએ જણાવ્યું કે, દીબચંદ્ર હરંગખવાલ લાંબા સમયથી બીમાર છે અને પોતાના કર્તવ્યોનું નિર્વહન કરી શકતા નહોતા. તેની અસર વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની સંભાવનાઓ પર નહીં પડે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત હાંસલ કરી હતી અને લાંબા સમયથી ત્રિપુરામાં ચાલતી આવી રહેલી વામ સરકારને ઉખેડી ફેકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp