IAS પરીએ કરી ભાજપના ધારાસભ્ય સાથે સગાઈ, જુઓ ફોટો-વીડિયો

PC: twitter.com

હરિયાણાના હિસાર જિલ્લાના આદમપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ભવ્ય બિશ્નોઈ અને સિક્કિમ કેડરના IAS પરી બિશ્નોઈની સગાઈ થઈ ગઈ છે. શનિવારે દાર્જિલિંગમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સિક્કિમના CM પ્રેમ સિંહ તમાંગ પણ પહોંચ્યા હતા. તેમણે પરી બિશ્નોઈ અને ભવ્ય બિશ્નોઈને અભિનંદન આપ્યા હતા. IAS પરી બિશ્નોઈ હાલમાં ગંગટોકમાં પોસ્ટેડ છે.

કુલદીપ બિશ્નોઈ, રેણુકા અને ચંદ્રમોહન બિશ્નોઈ સહિત પરીના પરિવારના સભ્યોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અગાઉ રાજસ્થાનના બિકાનેરમાં ભવ્ય બિશ્નોઈ અને પરી બિશ્નોઈની સગાઈ અંતર્ગત રીતિ રિવાજ મુજબ રંગ છાંટણાની વિધિ કરવામાં આવી હતી, જેમાં રાજસ્થાનના ધારાસભ્ય અને પૂર્વ CM ભજનલાલના નજીકના લોકો અને બિશ્નોઈ સમાજના સંતો પહોંચ્યા હતા અને બંનેને આશીર્વાદ આપ્યા હતા.

બિકાનેરમાં સગાઈ અને ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ, ધારાસભ્ય ભવ્ય બિશ્નોઈ અને પરીએ એક યાદગાર ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટો સાંજના સમયે બિકાનેરના પર્યટન સ્થળ નજીક રેતીના ટેકરા પર શૂટ કરવામાં આવ્યો હતો, જેમાં ભવ્યએ પરી સાથે તેના પ્રેમનો એકરાર કર્યો હતો.

કુલદીપ બિશ્નોઈનો નાનો પુત્ર ચૈતન્ય બિશ્નોઈ સગાઈ સમારોહમાં સામેલ થઈ શક્યો નહોતો. ચૈતન્ય આ દિવસોમાં લંડનમાં ક્રિકેટ લીગમાં વ્યસ્ત છે. જેના કારણે તે બંને કાર્યક્રમમાં હાજર રહી શક્યો ન હતો. ચૈતન્યની સગાઈ દિલ્હીની સૃષ્ટિ અરોરા સાથે થઈ ગઈ છે.

IAS પરી બિશ્નોઈ 2020 બેચના અધિકારી છે. તેમણે ત્રીજા પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી. તેઓ IAS બન્યા પછી બંને પરિવારના નજીકના સંબંધીઓએ આ સંબંધને પરીપૂર્ણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરીએ તેનું સ્કૂલનું ભણતર અજમેરમાં કર્યું અને ગ્રેજ્યુએશન દિલ્હીમાં કર્યું. પરીના પિતા મણિરામ બિશ્નોઈ એડવોકેટ છે, જ્યારે માતા સુશીલા બિશ્નોઈ સરકારી રેલવે પોલીસમાં ઈન્સ્પેક્ટર છે.

પૂર્વ CM સ્વર્ગસ્થ ભજન લાલના પુત્ર કુલદીપ બિશ્નોઈ કોંગ્રેસના ધારાસભ્ય હતા. કોંગ્રેસમાં ખેંચતાણ બાદ તેઓ રાજીનામું આપી BJPમાં જોડાયા હતા. ત્યારપછી આ સીટ પર તેમણે પોતાના પુત્રને BJPમાંથી ચૂંટણી લડવા માટે ઉતાર્યા. પુત્ર ભવ્ય બિશ્નોઈએ આ આદમપુર પેટાચૂંટણીમાં જંગી જીત મેળવી હતી અને હવે તે આદમપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. ભવ્ય બિશ્નોઈએ લંડનથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp