મુંબઈ-થી ગોવા હવે ખૂબ ઝડપથી પહોંચી શકાશે, નવી વન્દેભારત શરૂ કરવાની જાહેરાત

PC: mid-day.com

દેશની આર્થિક રાજધાની મુંબઈને બીજી સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વંદે ભારત ટ્રેન મુંબઈ-ગોવા રૂટ (કોંકણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન) પર જૂન મહિનામાં શરૂ થશે. જેના કારણે કોંકણ રૂટના મુસાફરોને સૌથી વધુ ફાયદો થશે. 180 Km પ્રતિ કલાકની ટોચની ઝડપે દોડતી વંદે ભારત ટ્રેનનું 16 મેના રોજ મુંબઈના CSMT સ્ટેશનથી ગોવાના મડગાંવ સ્ટેશન સુધી સફળતાપૂર્વક ટ્રાયલ ચલાવવામાં આવ્યું હતું.

વંદે ભારત એક્સપ્રેસ ભારતીય રેલ્વે દ્વારા દેશભરના ઘણા રૂટ પર દરરોજ ચલાવવામાં આવે છે. તેની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. જેના કારણે અનેક માર્ગો પર તેને શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે. દરમિયાન હવે મહારાષ્ટ્રથી ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ટૂંક સમયમાં દોડશે.

રાજ્યની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ અને ગાંધીનગર (ગુજરાત) વચ્ચે શરૂ કરવામાં આવી હતી. તે પછી વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ-પુણે-સોલાપુર અને મુંબઈ-શિરડી રૂટ માટે શરૂ થઈ. હવે ચોથી વંદે ભારત ટ્રેન મુંબઈ-ગોવા માટે શરૂ થશે. અહેવાલો અનુસાર, મુંબઈ-ગોવા વંદે ભારત ટ્રેન 3 જૂનથી દોડશે.

મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વંદે ભારત એક્સપ્રેસ 3 જૂનથી કોંકણ રેલ રૂટ પર દોડશે. જ્યારે 5 જૂનથી વ્યસ્ત મુંબઈ-ગોવા રૂટ પર મુસાફરો માટે સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવશે. નવી વંદે ભારત ટ્રેનને 3 જૂને PM નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવશે.

મુંબઈ-ગોવા વંદે ભારત ટ્રેન સવારે 5:35 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી ઉપડશે. તે સવારે 6.05 વાગ્યે થાણે પહોંચશે. ત્યાર બાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સવારે 6.40 વાગ્યે પનવેલ પહોંચશે.

વંદે ભારત ટ્રેન પહેલા કોંકણમાં ખેડ પહોંચશે. આ ટ્રેન સવારે 8.40 વાગ્યે ખેડ રેલવે સ્ટેશન પહોંચશે. ત્યારબાદ આ ટ્રેન સવારે 10 વાગ્યે રત્નાગીરી રેલવે સ્ટેશન પહોંચશે. જ્યારે તે ગોવાના મડગાંવ સ્ટેશને બપોરે 1.25 કલાકે પહોંચશે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બપોરે 2.35 વાગ્યે મડગાંવથી મુંબઈ માટે રવાના થશે. આ ટ્રેન સાંજે 5:35 કલાકે રત્નાગીરી રેલ્વે સ્ટેશન પહોંચશે. ત્યારબાદ આ ટ્રેન ખેડ રેલવે સ્ટેશને સાંજે 6:48 વાગ્યે પહોંચશે, જ્યારે વંદે ભારત ટ્રેન રાત્રે 10:35 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ પહોંચશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંકણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દ્વારા મુંબઈ-ગોવા માટે ટિકિટનું બુકિંગ હજી શરૂ થયું નથી. પરંતુ એક-બે દિવસમાં, IRCTCની સત્તાવાર વેબસાઇટ- www.irctc.co.in અને સ્ટેશન પરના ટિકિટ બુકિંગ સેન્ટર પરથી આરક્ષણ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp