26th January selfie contest

વધુ એક જૈન મુનિનું નિધન, સરકારના નિર્ણયના વિરુદ્ધ 25 ડિસેમ્બરથી હતા ઉપવાસ પર

PC: livehindustan.com

જૈન તીર્થસ્થળ સમ્મેત શિખર માટે બીજા એક જૈન મુનિનનું નિધન થયું છે. ગુરુવારે મોડી રાત્રે 1 વાગ્યે મુનિ સમર્થ સાગરનું નિધન થયું  હતું. ચાર દિવસમાં આ બીજા સંત છે, જેમનું નિધન થયું છે. શુક્રવારે સવારે મુનિએ દેહત્યાગ કર્યાની જાણકારી મળતા જ મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો મંદિર પહોંચ્યા હતા. જેના પર જૈન સંત શશાંક સાગરે કહ્યું હતું કે, જ્યાં સુધી ઝારખંડ સરકાર સમ્મેત શિખરને તીર્થસ્થળ જાહેર નહીં કરે ત્યાં સુધી મુનિ આવી રીતે જ બલિદાન આપતા રહેશે.

જયપુરના સાંગાનેર સ્થિત સંઘીજી દિગમ્બર જૈન મંદિરમાં સમર્થ સાગરજી ત્રણ દિવસથી અમરણાંત ઉપવાસ પર હતા. સમ્મેત શિખરને પર્યટન સ્થળ જાહેર કરવાના વિરોધમાં આ જ મંદિરમાં જૈન મુનિ સુજ્ઞેયસાગર મહારાજે 3 જાન્યુઆરીના રોજ દેહત્યાગ કર્યો હતો. આચાર્ય સુનિલસાગર મહારાજ પ્રવાસ પર છે અને તેમના સાંનિધ્યમાં આજે સમર્થ સાગરજીને જૈન વિધિ સાથે સમાધિ આપવામાં આવી છે. સાંગાનેરના સંઘીજી દિગમ્બર જૈન મંદિરના મંત્રી સુરેશ કુમાર જૈને જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે એક વાગ્યે જૈન મુનિ સમર્થ સાગરે પોતાનો દેહત્યાગ કર્યો. શ્રી સમ્મેત શિખરને બચાવવા કાળધર્મ પામ્યા, જે હંમેશાં યાદ રાખવામાં આવશે.

સમર્થ સાગર મહારાજ આચાર્ય સુનિલ સાગર મહારાજના શિષ્ય છે. આ પહેલાં જ્યારે સુજ્ઞેય સાગર મહારાજે પોતાનો દેહત્યાગ કર્યો ત્યારે સમર્થ સાગરજીએ ધર્મસભા દરમિયાન ઉપવાસનો સંકલ્પ કર્યો અને ત્યારથી તેઓ ઉપવાસ પર હતા. પર્યટન સ્થળ અન ઇકો-ટૂરિઝ્મ એક્ટિવિટી પર કેન્દ્ર સરકારે ગુરુવારે ત્રણ વર્ષ પહેલાં જાહેર કરાયેલા આદેશને પાછો ખેંચી લીધો હતો, પરંતુ જયપુરમાં હજુ વિરોધ પ્રદર્શન ચાલુ છે. જૈન સમાજના ભાઇઓનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર કે પછી રાજ્ય સરકાર સંપૂર્ણ નિર્ણય નહીં લે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.

આચાર્ય શશાંક સાગર મહારાજે કહ્યું હતું કે, જયપુરના બે મુનિએ સમ્મેત શિખર બચાવવા કાળધર્મ પામ્યા છે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે અહીં આવીને સમર્થન આપવું જોઇએ. જૈન સમાજ માટે પણ બોર્ડ બનાવવું જોઇએ. જેથી સમાજની વાત સરકાર સુધી પહોંચે. જૈન સમાજની આ માગણી પર કોંગ્રેસ નેતા પુષ્પેન્દ્ર ભારદ્વાજે કહ્યું હતું કે CM ગેહલોત રાષ્ટ્રપતિ સાથે ઇવેન્ટમાં હાલમાં જયપુરથી બહાર છે. તેઓ પરત ફરશે ત્યારે જૈન સમાજની વાત તેમના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ.

ઝારખંડની હેમંત સોરેન સરકારે શ્રી સમ્મેદ શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરવા માટે આદેશ જાહેર કર્યો હતો. જેને લઇને જૈન સમુદાયમાં નારાજગી હતી અને જયપુરમાં 25 ડિસેમ્બરથી જ ઘણા જૈન મુનિઓએ ઝારખંડ સરકારના આ નિર્ણયના વિરોધમાં અમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા હતા. જેવા જ ગુરુવારે પહેલા જૈન મુનિનું નિધન થયું, ત્યારબાદ તાત્કાલિક કેન્દ્ર સરકારે પારસનાથ પર્વત પર બધા પર્યટકોની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દીધો. પારસનાથ પર્વત પર જૈન ધાર્મિક સ્થળ સમ્મેદ શિખરજીને લઇને કેન્દ્રએ ઝારખંડ સરકારને તેની પવિત્રતાની રક્ષા કરવા માટે તાત્કાલિક બધા પગલાં ઉઠાવવાના નિર્દેશ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp