મણિપુરમાં વધુ એક મહિલા સાથે સામૂહિક બળાત્કારનો દાવો, રસ્તા પર ઉતર્યા લોકો

PC: deccanherald.com

મણિપુર છેલ્લા ત્રણ મહિનાથી જાતીય હિંસાની આગમાં સળગી રહ્યું છે. હવે મણિપુરમાં વધુ એક સામૂહિક બળાત્કારની ઘટનનાઓ દાવો કરવામાં આવી રહ્યો છે. ચૂરાચાંદપુર જિલ્લામાં 37 વર્ષીય એક મહિલા સાથે કથિત સામૂહિક બળાત્કાર વિરુદ્ધ શુક્રવારે (11 ઑગસ્ટના રોજ) હજારોની સંખ્યામાં મહિલાઓએ મણિપુરમાં પાંચ ઘાંટીવાળા જિલ્લાઓમાં ધરણા પ્રદર્શન કર્યા હતા.

ધરણાંનું આયોજન મેતેઇના એક ગ્રુપ મીરા પેબીસ સગે કર્યું હતું. ધરણાં ઇમ્ફાલ પશ્ચિમ, થૌબલ, વિષ્ણુપુર અને કાકચિંગ જિલ્લામાં આયોજિત કરવામાં આવ્યા હતા. પીડિતાએ 9 ઑગસ્ટના રોજ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે તે એ ભીડથી ભાગી રહી હતી, જેણે તેનું ઘર સળગાવી દીધું હતું, ત્યારે કેટલાક લોકોએ તેને રોકી લીધી અને તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો. પીડિતાએ ફરિયાદમાં નોંધાવેલા નિવેદનમાં એમ પણ કહ્યું કે, તેણે પોતાની અને પોતાના પરિવારની ઇજ્જત બચાવવા અને સામાજિક બહિષ્કારથી બચવા માટે પહેલા ઘટનાનો ખુલાસો કર્યો નહોતો.

વિરોધ પ્રદર્શનનું આહ્વાન મીરા પેબીના અધ્યક્ષ લોંગજામ મેમચોબીએ શુક્રવારે (11 ઑગસ્ટના રોજ) કર્યું હતું. લોંગજામ બીના દેવીએ દોષીઓની ધરપકડની માગ કરતા કહ્યું કે, અમે ચૂરાચાંદપુરમાં 3 મેના રોજ મહિલાઓ સાથે થયેલા સામૂહિક દુષ્કર્મની સખત નિંદા કરીએ છીએ. પેબીએ આરોપ લગાવ્યો કે, મ્યાંમારના સશસ્ત્ર આતંકવાદીઓએ પુરુષો અને મહિલાઓ વિરુદ્ધ અકથનીય ગુના કર્યા.

મણિપુરમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી. અત્યાર સુધી વીડિયોમાં દેખાઈ રહેલા 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે, મણિપુરમાં 3 મેથી જાતીય હિંસા ચાલી રહી છે. રાજ્યમાં મેતેઈ સમુદાયના લોકો આદિવાસીનો દરજ્જો માગી રહ્યા હતા, જેને લઈને કુકી અને મેતેઈ સમુદાયો વચ્ચે હિંસક ઘર્ષણ થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મણિપુર સરકાર દ્વારા આ અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં પ્રસ્તુત એક નોટમાં જણાવ્યું હતું કે, હિંસા દરમિયાન 31 જુલાઇ સુધી નોંધાયેલી કુલ 6,523 FIRમાં એક કેસ બળાત્કાર અને હત્યા (પીડિતા સાથે કથિત રીતે બળાત્કાર કરીને હત્યા કરી દેવામાં આવી હતી), 3 કેસ બળાત્કાર/સામૂહિક બળાત્કાર, 6 કેસ મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડવાના ઇરાદે કરવામાં આવેલા હુમલાના અને 72 કેસ હત્યાના નોંધવામાં આવ્યા છે. 3 મેથી આદિવાસી કુકી અને મેતેઈ સમુદાય વચ્ચે  થઈ રહેલી જાતિએ હિંસામાં 160 કરતા વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp