અદાણી એન્ટરપ્રાઇઝીસનો FPO આ કારણથી પાછો ખેચવામાં આવ્યો હતો: ફોર્બ્સ રિપોર્ટ

PC: businesstoday.in

અદાણી ગ્રુપ માટે હાલ મુશ્કેલીઓ ઓછી થાય તેમ લાગતું નથી. હિંડનબર્ગ બાદ હવે ફોર્બ્સે અદાણી ગ્રુપ અંગે ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર, અદાણી એન્ટરપ્રાઇઝીસના 20,000 કરોડ FPO હેઠળના શેર ખરીદનારા ત્રણ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ અદાણી ગ્રુપ અને શંકાસ્પદ અદાણી પ્રોક્સી સાથે સંબંધિત છે.  અદાણી ગ્રુપે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસનો FPO જારી કર્યો હતો અને પછી સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયા બાદ તેને અચાનક પાછો ખેંચી લીધો હતો. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કંપનીના શેરોના ભાવ તુટી રહ્યા હોવાનું કારણ આપીને FPO પાછો ખેંચી લીધો હતો.

ફોર્બ્સના રિપોર્ટ મુજબ મોરિશિયસના આયુષમત અને એલ્મ પાર્ક ફંડ અને ભારતના એવિએટર ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફંડે એંકર ઇન્વેસ્ટમેન્ટ માટેના બધા શેરોમાંથી 9.24 ટકા ખરીદવા માટે સમંતિ બતાવી હતી. આ 9.24 ટકાની વેલ્યૂ માત્ર 66 મિલિયન ડોલર થતી હતી. અદાણી ગ્રુપે આ ફંડો પાસેથી મદદ લીધી હોય તેના ઘણા પુરાવા છે.

આ ત્રણ ફંડ્સ સાથે અદાણી ગ્રૂપના સંબંધ અંગે અગાઉ કોઈ અહેવાલ નહોતો. હિંડનબર્ગે તેના અહેવાલમાં અદાણી એન્ટરપ્રાઈઝના બે બુક-રનર્સ ઈલારા કેપિટલ અને મોનાર્ક નેટવર્થ કેપિટલ પર અદાણી ગ્રુપના સહયોગી હોવાનો આરોપ લગાવ્યો હતો.

 અદાણી એન્ટરપ્રાઇઝીસના એંકર ઇન્વેસ્ટર્સમાંથી એક આયુષમત લિમિટેડ એક મોરેસિયશ સ્થિત ફંડ હતું, જેણે ઇન્સ્ટિટયૂશનલ ઇન્વેસ્ટર્સ માટેના હિસ્સામાંથી 2.32 ટકા ખરીદવાનો વાયદો કર્યો હતો. આયુષમતને મોરેસિયશની એક નાણાં સંસ્થા રોઝર્સ કેપિટલ દ્રારા મેનેજ કરવામાં આવે છે. રોઝર્સના ડિરેકટર્સ અને મુખ્ય શેરધારકોમાંના એક જયચંદ જિંગ્રી છે. જે અદાણી ગ્લોબલની મોરેસિયશ હેડ ઓફિસના ડિરેકટર હતા. આ અદાણી એન્ટરપ્રાઇઝીસની સહાયક કંપની હતી. જયચંદ જિંગ્રીના સંબંધ ગૌતમ અદાણીના ભાઇ વિનોદ અદાણી સાથે પણ છે. તેઓ અદાણી ગ્રુપની ઓફશોર કંપનીના મહત્ત્વના પ્લેયર છે.

આયુષમત લિમેટેડના એક ડિરેકટર વિક્રમ રેગેએ ફોર્બ્સને ઇમેલ કરેલા એક નિવેદમાં કહ્યું છે કે આયુષમત અદાણી ગ્રુપના કોઇ પણ પ્રિન્સીપાલ વતી કોઇ પણ ફંડનું મેનેજમેન્ટ કરતું નથી.વિક્રમ રેગે મોરેસિયશના એલ્મ પાર્કમાં પણ ડિરેકટર છે, જેણે અદાણી એન્ટરપ્રાઇઝીસના FPOમાં બીજા સૌથી મોટા રોકાણકાર 5.67 ટકા રોકવાની યોજના બનાવી હતી. મનીલાઈફ ઈન્ડિયા દ્વારા 2018માં મળેલી વ્હિસલબ્લોઅરની ફરિયાદ મુજબ, મોરેશિયસ સ્થિત એલ્મપાર્ક ફંડ પણ સન ફાર્મા સ્ટોક રિગિંગના આયોજનમાં સામેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રેગેએ ફોર્બ્સના એલ્મ પાર્ક ફંડ વિશેના પ્રશ્નોના જવાબ આપ્યા નથી.

એવિએટર ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફંડે અદાણી એન્ટરપ્રાઇજીસના એંકર શેરોમાં 1.25 ટકા સબસ્ક્રાઇબ કર્યા હતા. આ ફંડના વરિષ્ઠ મેનેજમેન્ટ ઓફીસર એંટોનિનો સરડેગ્નો છે. તેમણે વર્ષ 2008થી વર્ષ 2013 સુધી મોંટેરોસા ગ્રુપમાં ઇન્વેસ્ટમેન્ટ સોલ્યૂશન્સનું નેતૃત્વ કર્યું હતું.

હિંડનબર્ગના રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મોંટેરોસા ગ્રુપ અને તેના 5 ઇન્વેસ્ટમેન્ટ ફંડની પાસે અદાણીની કંપનીના 4.5 બિલિયન ડોલરના સ્ટોક છે અને આ અદાણીની સૌથી મોટી સ્ટોક પાર્કિંગ એન્ટીટી છે. એનો મતલબ એ છે કે ઓળખ છુપાવવા માટે બનાવવામાં આવેલું થર્ડ પાર્ટી ફંડ.

Antonino Sardegno 2013 થી ઓગસ્ટ 2022 સુધી Andeta Private Services ના CEO હતા. એન્ડેટા, જે હિંડનબર્ગે તેના અહેવાલમાં ઑફશોર ફર્મ Amicorpની પેટાકંપની હોવાનો દાવો કર્યો હતો. તે સાયપ્રસ ફંડ ન્યુ લીના ઇન્વેસ્ટમેન્ટ્સના નિયંત્રક શેરહોલ્ડર છે. તે અગાઉ અદાણી ગ્રીનમાં એક ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. આ સિવાય અદાણી ગ્રુપની અન્ય કંપનીઓમાં પણ તેનો નાનો હિસ્સો હતો.

ફોર્બ્સના જણાવ્યા અનુસાર, જો અદાણી જૂથના પ્રિન્સિપાલ આ વિવિધ ભંડોળના લાભકારી માલિક હોય, તો તેનો અર્થ એ થશે કે અદાણી ગ્રુપ તેના પ્રતિસ્પર્ધીઓમાંના એક, હિન્દુજા ગ્રુપમાં પણ મુખ્ય હિસ્સેદાર હશે.કારણકે એવિએટર ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ન્યૂ લીના ઇન્વેસ્ટમેન્ટ અને અદાણી ગ્રુપ સાથે જોડાયેલા 3 અન્ય ફંડ ઇલારા ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટી ફંડ, કોનકોર ઇન્વેસ્ટમેન્ટ એન્ટરપ્રાઇઝીસ અને એલજીઓફ ગ્લોબલ બધા હિંદુજા ગ્લોબલ  સોલ્યૂશન્સ, હિંદુજા લિજેન્ડ ફાયનાન્સ  અને હિંદુજાના ગલ્ફ ઓઇલમાં ખાસ્સી હિસ્સેદારી ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp