માસીની દીકરી નરગીસે લગ્નની ના પાડતા ઇરફાને લોખંડની રોડથી મારીને પતાવી દીધી

દિલ્હીમાં વધુ એક મહિલાની હત્યાના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના માલવીય નગરમાં ભરબપોરે 25 વર્ષની યુવતીની લોખંડના રોડથી માર મારીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે CCTVમાં ઇરફાન નામના એક યુવાનને જોયો જે મૃતક યુવતીની માસીનો દીકરો થતો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે. યુવતીએ લગ્ન કરવાની ના પાડી તો પાર્કમાં યુવતીને કસીન ભાઇએ પતાવી દીધી હતી.
જાણવા મળેલી વિહત મુજબ મૃતક યુવતીનું નામ નરગીસ હતું અને હત્યા કરનારનું નામ ઇરફાન છે. નરગીસ અને ઇરફાનની માતા બંને સગી બહેનો છે. મતલબ કે ઇરફાન નરગીસની માસીનો દીકરો હતો. ઇરફાન અને નરગીસના લગ્નની વાત પણ નક્કી થઇ ગઇ હતી, પરંતુ ઇરફાન કોઇ ખાસ કામ નહીં કરતો હોવાને કારણે નરગીસના પરિવારે લગ્નનો ઇન્કાર કરી દીધો હતો. ઇરફાન ફુડ ડિલીવરી બોય તરીકે કામ કરતો હતો, જે વાત નરગીસના પરિવારને બિલકુલ પસંદ નહોતી.
નરગીસ માલવીય નગરમાં સ્ટેનો કોચિંગ માટે આવતી હતી. શુક્રવારે પણ તે તેના કોચિંગ માટે પહોંચી હતી. ત્યારે ઇરફાન મળી ગયો હતો અને તે વાત કરવાના બહાને નરગીસને વિજય મંડલ પાર્કમાં લઇ ગયો હતો. ઇરફાને નરગીસને લગ્ન માટે પુછ્યું તો તેણીએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો, જેથી ઇરફાન ગુસ્સે ભરાયો હતો.
કદાચ તેનો પહેલેથી નરગીસને પતાવી દેવાનો ઇરાદો હતો. જેવી નરગીસે લગ્ન કરવાની ના પાડી એટલે ઇરફાને પોતાની સાથેની બેગમાંથી લોખંડનો રોડ કાઢ્યો અને નરગીસ પર હુમલો કરી દીધો હતો. આ જલ્લાદ ત્યાં સુધી અટક્યો નહોતો, તેણે નરગીસ પર ઉપરાછાપરી લોખંડના રોડથી હુમલા કર્યા, જેમાં નરગીસ ઢળી પડી હતી અને લોહીલુહાણ થઇ ગઇ હતી. નરગીસ પર હુમલો કરીને ઇરફાન ત્યાંથી ભાગી છુટ્યો હતો.
પોલીસને જ્યારે ખબર પડી કે પાર્કમાં કોઇ યુવતીની લાશ પડી છે, તો પોલીસે CCTV ચેક કર્યા તો ઇરફાન દેખાયો હતો. જો કે એવું કહેવાય છે કે સોશિયલ મીડિયા પર નરગીસની હત્યાની વાત વાયરલ થઇ તો ઇરફાને જાતે જ પોલીસમાં સરેન્ડર કરી દીધું હતું.
પોલીસે કહ્યું કે, આરોપી ઇરફાનની માસીની દીકરી નરગીસ સાથે લગ્નની વાત પડી ભાગંવાને કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. તેને ડર હતો કે તેના હવે લગ્ન થઇ શકશે નહી, ઉપરાંત તેના નાના ભાઇની પણ સગાઇ થઇ ગઇ હતી. એટલે ઇરફાન વધારે પરેશાન હતો.
દક્ષિણ દિલ્હીના ડેપ્યુટી કમિશનર ચંદન ચૌધરીએ જણાવ્યું કે કમલા નહેરુ કોલેજમાં અભ્યાસ કરતી છોકરી નરગીસ તેના મિત્ર સાથે પાર્કમાં આવી હતી ત્યારે તેના પર લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ પાર્કમાં યુવાન છોકરા-છોકરીઓ ફરે છે. અરબિંદો કોલેજ પણ પાર્કની નજીક છે.
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે જ્યારે 24 કલાકની અંદર મહિલાઓની હત્યા થાય છે. તેમણે ટ્વિટ કર્યુ કે, દિલ્હીમાં એક મહિલાને તેના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી, બીજી તરફ માલવિયા નગર જેવા પોશ વિસ્તારમાં એક છોકરીને સળિયાથી મારવામાં આવી. દિલ્હી અત્યંત અસુરક્ષિત છે. મહિલાઓની હત્યાથી કોઇને કોઇ ફરક પડતો નથી. અખબારોના અહેવાલોમાં છોકરીઓના નામ જ બદલાય છે, ગુનાઓ અટકતા નથી.
ગુરુવારે રાત્રે રાજધાની દિલ્હીના ડાબરી વિસ્તારમાં 42 વર્ષીય મહિલા રેણુ ગોયલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી આરોપી 23 વર્ષીય આશિષે પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આરોપી અને મહિલા પહેલેથી જ એકબીજાને ઓળખતા હોવાનું બહાર આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp