જે મહિલાના ભાઈને અતીકે કરંટ લગાવીને મારી નાખ્યો હતો, શું તેને ન્યાય મળશે?

PC: twitter.com

માફિયામાંથી રાજનેતા બનેલા અતીક અહમદ અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે પોલીસ કસ્ટડીમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ પ્રકારે અતીકના ગુનાની 44 વર્ષની કહાનીનો અંત થયો. માત્ર 17 વર્ષની ઉંમરમાં જ અતીક પર અલ્લાહાબાદમાં હત્યાનો આરોપ લાગ્યો હતો. અતીક અહમદ વિરુદ્ધ 100 કરતા વધુ કેસ નોંધાયેલા હતા. અતીકના અત્યાચારોના ઘણા લોકો શિકાર બન્યા, જેમાંથી એક છે જયશ્રી.

રિપોર્ટ્સ મુજબ, જયશ્રીના ભાઈને અતીક અહમદે વીજ કરંટ લગાવીને મારી નાખ્યો હતો. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા જયશ્રીએ અતીકના આતંકનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો. સાથે જ તેણે જણાવ્યું કે, અતીકની હત્યા બાદ તેની શું માગ છે અને ન્યાયને લઈને તેની લડાઈ હવે કઈ દિશામાં વધશે. અતીક અહમદની હત્યા પર જયશ્રીએ કહ્યું કે, ન તો મને તેના મરવાનું દુઃખ છે અન ન તો તેના જીવવાની ખુશી હતી. અતીકે મારી સાડા બાર વીઘા જમીન લઈ લીધી.

તેણે તેના નકલી કાગળ બનાવડાવ્યા. કેટલીક જમીન અત્યારે પણ ખાલી પડી છે. વર્ષ 2016માં મને ગોળી મારવામાં આવી હતી. મારા ઉપર ઘણી વખત હુમલો થયો. મને અને મારા દીકરાને ગોળી લાગી હતી. મારા ભાઈને કરંટ લગાવીને મારવામાં આવ્યો. મેં તેની ફરિયાદ પણ નોંધાવી હતી. મને ન્યાય મળવો જોઈએ. તેનો (અતીકનો) સિક્કો ચાલતો હતો. તેની રાજનીતિ ચાલતી હતી.

પોતાની માગને લઈને જવા પર અમને ભગાવી દેવામાં આવતા હતા. પોલીસવાળા ક્યારેક ક્યારેક તેની વિરુદ્ધ કાર્યવાહી માટે તૈયાર થતા નહોતા. જયશ્રીએ આગળ કહ્યું કે, હું ચૂપચાપ તેની ફરિયાદ નોંધવતી રહી. મને કહેવામાં આવતું હતું કે સમજૂતી કરી લે, નહીં તો તારા બાળકો માર્યા જશે. મેં હાર ન માની અને દરેક અધિકારીનો દરવાજો ખખડાવ્યો. મારી પાસે તો કંઈ બચ્યું નથી. અમારો જમરૂખોનો બાગ હતો. અમે લોકો તેનાથી જ કમાઈને ખાતા હતા. હું એક ખેડૂત પરિવારમાંથી છું.

આજે મારો અવાજ તમારી પાસે પહોંચી રહ્યો છે, મને ન્યાય મળવો જોઈએ. મારી પાસે જે જમીન બચી છે તેને પણ પચાવી પાડવા માટે ગોળી મારવામાં આવી. હું પોતાના દરવાજે બેઠી હતી. નાની છોકરી મારી સાથે હતી. ગાડીથી કેટલાક લોકો ઉતર્યા અને અતીક-અશરફ મને ગાળો આપવા લાગ્યા. મારા પર જોરદાર ફાયરિંગ કરવામાં આવી. મારા દરવાજા પર લગભગ 20 ગોળીઓ ફાયરિંગ કરવામાં આવી. મારી પાસે શું બચ્યું છે. હું તો પોતાના પેટ માટે લડી રહી છું. મને ન્યાય મળવો જોઈએ એ જ મારી માગ છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp