દિલ્હી તો છે જ, પણ ભારતના આ બે શહેરો પણ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો છે

PC: indiatoday.in

દેશની રાજધાની દિલ્હી હમેંશા પ્રદૂષણને કારણે ચર્ચામાં રહે છે. હવા પ્રદુષિત થવાને કારણે લોકોના આરોગ્યને મોટું નુકશાન પહોંચ્યું છે. બીજી તરફ ગુજરતના અમદાવાદમાં પણ હવાની ગુણવત્તા કથળી છે.

નવી દિલ્હી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. દિલ્હીની બોજારૂપ હવાને વર્ણવવા માટે લોકો પહેલાથી જ ‘ઝેરી’, ‘ગેસ ચેમ્બર’ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. હવે એક રિપોર્ટમાં દિલ્હીને દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર ગણવામાં આવ્યું છે. સ્વિટ્ઝર્લેન્ડની એર ક્વોલિટી ટેક્નોલોજી કંપની IQ Air અનુસાર, દિલ્હીનો AQI 5 નવેમ્બરે બપોરે એટલે કે રવિવારે બપોરે 12 વાગ્યે 705 નોંધાયો હતો જે સવારના સમયે 483 પર હતો. દિલ્હીની આબોહવા તો પ્રદૂષિત છે જ ,પરંતુ ભારતના આ બે શહેરો પણ વિશ્વના સૌથી પ્રદૂષિત સ્થળો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

દિલ્હી દુનિયાનું સૌથી પહેલા નંબરનું પ્રદૂષિત શહેર છે જ્યારે બીજા નંબર પર લાહોર છે.ત્યાં AQI 328 છે. ટોચના બે પ્રદૂષિત શહેરો વચ્ચેના AQIમાં આટલો મોટો તફાવત દિલ્હીની નબળી સ્થિતિને દર્શાવે છે. IQ Airની લાઈવ રેન્કિંગ અનુસાર, ભારતના ત્રણ શહેરો 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ છે. પહેલા નંબર દિલ્હી. કોલકાતા ચોથા નંબરે અને મુંબઈ સાતમા નંબરે છે.

કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ જણાવ્યું હતું કે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, ખેતરમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો અને દિલ્હીમાં પ્રદૂષકો વહન કરતા ઉત્તર-પશ્ચિમી પવનો AQI વધવાના મુખ્ય કારણો છે. હવામાં હાજર પ્રદૂષણને કારણે AQI બદલાય છે. AQI જેટલું ઊંચું એટલું પ્રદૂષણ વધારે.

AQI 0 થી 50 હોય તો હવાની ક્વોલિટી સારી છે એમ સમજવું, 51 થી 100 હોય તો સંતોષકારક, 101થી 200 સુધી સામાન્ય પ્રદૂષણ, 201થી 300 મતલબ ખરાબ હવા, 401ની ઉપર હવાનું સ્તર જાય તો ખતરનાક માનવામાં આવે છે.

પ્રદૂષિત હવાના કારણે લોકોને આરોગ્યની સમસ્યા પણ થવા લાગી છે. પવનને કારણે ઉધરસ, છીંક, ઘરઘરાટી, શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા, આંખોમાં પાણી આવવું, માથાનો દુખાવો અને થાક જેવા લક્ષણો લાંબા સમય સુધી જોવા મળે છે. ડોક્ટરો લોકોને અપીલ કરી રહ્યા છે કે જ્યારે ઘરની બહાર નિકળો ત્યારે માસ્ક પહેરીને નિકળજો.

ફોર્ટિસ હોસ્ટિપટલના ડો. અજમત કરીમનું કહેવું છે કે, પ્રદૂષિત હવા, ખાસ કરીને ભારી માત્રામાં particulate matter, PM 2.5 વાળી હવામાં શ્વાસ લેવાથી શરીર પર નકારાત્મક અસર પડે છે.તેનાથી ફેફસાંની ક્ષમતામાં ઘટાડો થઇ શકે છે.

પ્રદુષિત હવાથી બચવા માટે તબીબોએ કેટલાંક સૂચનો આપ્યા છે, જે તમારે ધ્યાન રાખવા જેવા છે. બહારની ગતિવિધીઓને સીમિત કરો, વધારે પ્રદૂષિત વાળા દિવસોમાં ઘરની અંદર જ રહેવાની કોશિશ કરવી જોઇએ. ખાસ કરીને જ્યારે તમને શ્વાસ સંબંધી મુશ્કેલી હોય. તબીબોએ કહ્યુ કે ઘરમાં એર પ્યુરિફાયર લગાવો.

ઘરની બહાર નિકળો ત્યારે માસ્ક પહેરીને જ નિકળો. ખાસ કરીને N95 વાળા અથવા N99 રેસ્પિરેટરનો ઉપયોગ કરો, જે સૂક્ષ્મ કણોને ફિલ્ટર કરી શકે છે. તમારે આ સમયે મોબાઇલ એપ્લિકેશન્સ, વેબસાઇટ દ્રારા તમારા વિસ્તારની હવાની ગુણવત્તા કેટલી છે તેની માહિતી રાખવી જોઇએ.

દિલ્હી-મુંબઈનું વાતાવરણ ઝેરી બનવાની સાથે ગુજરાતના કેટલાક શહેરોમાં હવાની ગુણવત્તા બગડી છે. રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં હવાની ગુણવત્તામાં ઘટાડો જોવા મળ્યો છે. નવેમ્બરમાં, શહેરના રખિયાલમાં AQI 300ને વટાવી ગયો હતો, જ્યારે નવરંગપુરામાં AQI 267 આસપાસ નોંધાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp