મોદી પરિવારની અપીલ, તમારા કાર્યક્રમો યથાવત રાખી હીરાબાને આપો સાચી શ્રદ્ધાંજલિ

PC: indiavoice.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું 100 વર્ષની જૈફ વયે નિધન થયું છે. ગાંધીનગરના સેક્ટર 30 સ્થિત સ્મશાનભૂમિ ખાતે અત્યંત સાદગી સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ મુખાગ્નિ આપી હતી. માતાના નિધન બાદ પણ પ્રધાનમંત્રીએ તેમના પૂર્વ આયોજિત કાર્યક્રમો રદ કર્યા નથી.

તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શુક્રવારે આયોજિત પોતાના તમામ કાર્યક્રમો પહેલાની જેમ જ નિર્ધારિત સમય પર કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે માહિતી આપતાં પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ આજે એટલે કે શુક્રવારે PM મોદીના સત્તાવાર કાર્યક્રમોની યાદી જાહેર કરી હતી. PMO દ્વારા કરાયેલા એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે PM મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળમાં નિર્ધારિત કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપશે.

માતા હીરાબેનના નિધનની માહિતી આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, 'એક ગૌરવપૂર્ણ શતાબ્દીનો ભગવાનના ચરણોમાં વિરામ. માતામાં, મેં હંમેશા તે ત્રિમુર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

પોતાના બીજા ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે, 'હું જ્યારે તેમને તેમના 100માં જન્મદિવસ પર મળ્યો હતો, ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુધ્ધીથી.

તો માતા હીરાબેનના નિધનથી દુઃખી લોકોને અપીલ કરતા નરેન્દ્ર મોદીના પરિવારે કહ્યું છે કે આ મુશ્કેલ સમયમાં તમારી પ્રાર્થનાઓ માટે અમે તમારા આભારી છીએ. મોદી પરિવાર વતી આપ સૌને અમારી નમ્ર વિનંતી છે કે તેમની (હીરા બા) આત્માને તમારી યાદોમાં સ્થાન આપો અને તમારા બધા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો અને યોજનાઓ ચાલુ રાખો. આ જ માતા હીરાબેન માટે સાચી શ્રદ્ધાંજલિ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp