15 દિવસમાં હાજર થાવ... કોરોના સમયે મુક્ત કરાયેલા કેદીઓને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

PC: ndtv.in

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોવિડ-19 રોગચાળા દરમિયાન મુક્ત કરાયેલા તમામ દોષિતો અને અન્ડરટ્રાયલ્સને 15 દિવસની અંદર આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તમામ દોષિતો અને અંડરટ્રાયલ કેદીઓને પોતાની જાતે આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેના નિર્દેશમાં, કોર્ટે કહ્યું છે કે, કોવિડ રોગચાળા દરમિયાન મુક્ત કરાયેલા અન્ડરટ્રાયલ કેદીઓ શરણાગતિ પછી સક્ષમ અદાલતો સમક્ષ નિયમિત જામીન માટે અરજી કરી શકે છે.

જસ્ટિસ MR શાહ અને જસ્ટિસ CT રવિકુમારની સર્વોચ્ચ અદાલતની બેન્ચે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળા દરમિયાન ઇમરજન્સી જામીન પર મુક્ત થયેલા અન્ડરટ્રાયલ કેદીઓ તેમના શરણાગતિ પછી સક્ષમ અદાલતો સમક્ષ નિયમિત જામીન માટે અરજી કરી શકે છે. બેન્ચે જણાવ્યું હતું કે, મુક્ત થયેલા તમામ દોષિતો તેમની શરણાગતિ પછી તેમની સજાને સ્થગિત કરવા માટે સક્ષમ અદાલતોનો સંપર્ક કરી શકે છે.

કોવિડ-19 રોગચાળા દરમિયાન જેલોની ભીડ ઘટાડવાના પ્રયાસમાં ઘણા દોષિતો અને અન્ડરટ્રાયલ્સને મુક્ત કરવામાં આવ્યા હતા. આમાંના મોટાભાગના બિન-ગંભીર ગુનાઓ માટે નોંધાયેલા હતા. વિવિધ રાજ્યોમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર રચાયેલી ઉચ્ચ સત્તાવાળી સમિતિની ભલામણો પર આ પગલું લેવામાં આવ્યું હતું. ઘણા રાજ્યોમાં, જેલમાંથી મુક્ત કરવામાં આવેલા કેદીઓ ફરાર થઈ ગયા અને પાછા ન આવવાની ઘટનાઓ સામે આવ્યા પછી, પોલીસે નોટિસ પણ મોકલવી પડી હતી. ઘણા કેદીઓના ગુમ થઇ ગયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે દેશમાં કોવિડ રોગચાળો ચરમસીમાએ હતો, ત્યારે ઘણા દોષિતો અને અન્ડરટ્રાયલ જેલમાં બંધ હતા, મોટાભાગે બિન-ગંભીર ગુનાઓ માટે નોંધાયેલા હતા.

વિવિધ રાજ્યોમાં રોગચાળા દરમિયાન સર્વોચ્ચ અદાલતના નિર્દેશો અનુસાર રચાયેલી ઉચ્ચ-સત્તાવાળી સમિતિની ભલામણો પર તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

આવું કરવાનો એકમાત્ર હેતુ કોરોના ચેપને ફેલાતો અટકાવવાનો હતો. જેના કારણે કેદીઓને જામીન આપવામાં આવ્યા હતા. જો કે હવે સુપ્રીમ કોર્ટે તેને સરેન્ડર કરવાનો નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે કોવિડ દરમિયાન મુક્ત થયેલા એક દોષી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે.

વાસ્તવમાં, એક દોષિતે કોર્ટમાં અરજી કરી હતી કે, કોવિડ વાયરસના સમયમાં HPCની સૂચના અનુસાર પેરોલની મંજૂરી આપવામાં આવી હતી, મેં તેની માંગ કરી ન હતી. તેથી, તે પેરોલનો સમયગાળો મારી સજાના વાસ્તવિક કુલ સમયગાળામાં પણ સામેલ થવો જોઈએ.

પરંતુ સુપ્રીમ કોર્ટે દોષિતની અરજીને ફગાવી દેતા કહ્યું કે, કેદીઓની ભીડને રોકવા માટે COVID-19 રોગચાળાના સમયગાળા દરમિયાન દોષિતોને આપવામાં આવેલી પેરોલની અવધિ કેદી દ્વારા વાસ્તવિક કેદની અવધિમાં ગણી શકાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp