મહિલાઓએ 22થી 30ની વચ્ચે બની જવું જોઈએ માતાઃ CM સરમાની આ કાયદો લાવવાની જાહેરાત
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ શનિવારે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, મહિલાઓએ યોગ્ય સમય પર મા બની જવુ જોઈએ નહીં તો તેમણે શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સરકારના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમની સરકાર નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન અને નાની ઉંમરમાં માતૃત્વને અટકાવવા માટે પ્રતિબદ્ધ છે. જણાવી દઈએ કે, આસામ સરકાર રાજ્યમાં બાળ વિવાહને અટકાવવા માટે પોક્સો એક્ટ લાવવાની તૈયારી કરી રહી છે. અહીં આયોજિત એક સરકારી કાર્યક્રમને સંબોધિત કરતા સરમાએ કહ્યું કે, હજારો પતિઓની આવનારા પાંચથી છ મહિનામાં ધરપકડ થશે કારણ કે, 14 વર્ષ કરતા નાની ઉંમરની છોકરીઓ સાથે યૌન સંબંધ બનાવવા અપરાધ હશે, ભલે તે કાયદાકીયરીતે તેનો પતિ છે.
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે, 14 વર્ષ કે તેનાથી નાની ઉંમરની છોકરીઓ સાથે શારીરિક સંબંધ બનાવવા અપરાધ છે. પછી ભલે તે સગીરનો પતિ જ કેમ ના હોય. એવામાં આવનારા પાંચ થી છ મહિનામાં હજારો લોકોની ધરપકડ થઈ શકે છે. એક મહિલાના લગ્નની કાયદાકીય ઉંમર 18 વર્ષ છે અને જે લોકો સગીર છોકરીઓ સાથે લગ્ન કરે છે, તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ઘણા લોકોને આજીવન કારાવાસની સજા પણ થઈ શકે છે. માતૃત્વ પર વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, મહિલાઓએ માતા બનવા માટે વધુ લાંબા સમય સુધી રાહ પણ ના જોવી જોઈએ કારણ કે, તેનાથી શરીરમાં ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે. માતા બનવાની યોગ્ય ઉંમર 22 વર્ષથી 30 વર્ષની વચ્ચે છે. ભગવાને આપણા શરીરને એ પ્રકારે બનાવ્યું છે કે દરેક બાબતનો એક સમય છે. CMએ હસતા-હસતા કહ્યું કે, જે મહિલાઓના લગ્ન નથી થયા, તેમણે જલ્દી લગ્ન કરી લેવા જોઈએ.
આસામ કેબિનેટે સોમવારે પોક્સો એક્ટ લાગૂ કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત 14 વર્ષ કરતા નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કરનારા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારે 14થી 18 વર્ષની ઉંમર સુધીની છોકરીઓ સાથે લગ્ન કરનારાઓ વિરુદ્ધ બાળ વિવાહ નિષેધ અધિનિયમ 2006 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. આસામમાં માતૃત્વ અને બાળ મૃત્યુ દર વધુ છે અને તેના પર નિયંત્રણ માટે સરકાર કાયદો લાવી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં સરેરાશ 31 ટકા લગ્નો પ્રતિબંધિત ઉંમરમાં થઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp