ટ્રક ડ્રાઈવરોને ગડકરીની ભેટ, બે અઠવાડિયામાં જ આ મોટા નિર્ણયને સરકારે આપી મંજૂરી

PC: indianexpress.com

આખા દેશમાં ટ્રક ચાલકો માટે એક ખૂબ જ રાહત ભરેલા સમાચાર સામે આવ્યા છે. ભીષણ ગરમીમાં રોડ પર કલાકોના ડ્રાઈવ દરમિયાન હવે ઠંડી અને સોહમણી સફરની મજા મળશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે, ટ્રકોના કેબિનમાં એર કન્ડિશનિંગ (AC) સિસ્ટમને ઇન્સ્ટોલ કરવાનું અનિવાર્ય કરવા માટે ડ્રાફ્ટ અધિસૂચનાને મંજૂરી આપી દેવામાં આવી છે. તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં N2 અને N3 કેટેગરીના ટ્રક સામેલ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે.

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતાની ટ્વીટમાં લખ્યું કે, ‘N2 અને N3 કેટેગરી સાથે સંબંધિત ટ્રકોની કેબિનમાં એર કન્ડિશનિંગ સિસ્ટમને અનિવાર્ય કરવા માટે ડ્રાફ્ટ અધિસૂચનાને મંજૂરી આપી દેવામાં આવી છે. રોડ સેફ્ટી સુનિશ્ચિત કરવામાં ટ્રક ચાલક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ નિર્ણય ટ્રક ડ્રાઈવરો માટે આરામદાયક કામ કરવાની સ્થિતિ પ્રદાન કરવામાં એક મિલનો પથ્થર સાબિત થશે. જેથી તેમની દક્ષતામાં સુધાર થવા સાથે જ ડ્રાઇવરોના ઠાકની સમસ્યાનું સમાધાન થશે.'

ગયા મહિને જ નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ‘ટ્રક ચાલક પરિવહન ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે જે ભારત માટે સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાંથી એક છે અને તેમની કામકાજની પરિસ્થિતિઓ અને મનની સ્થિતિ સાથે સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપવાની આવશ્યકતા છે. જલદી જ ટ્રકો માટે એર કન્ડિશનિંગ કેબિનને અનિવાર્ય કરી દેવામાં આવશે.' આ વાતને કહ્યાને અત્યારે થોડા દિવસો જ વિત્યા હતા કે આજે સરકારે આ ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે.

જો કે, આ બાબતે ટ્રક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક વાહન નિર્માતાઓએ એ વાત પર ચિંતા પણ વ્યક્ત કરી હતી કે તેનાથી ટ્રકોનો ખર્ચ વધી જશે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ટ્રેકની કેબિનમાં એર કન્ડિશનના ઉપયોગથી ટ્રક ચાલકોને ઊંઘ આવવાનો ડર પણ બન્યો રહે છે. એવામાં દુર્ઘટનાની સંભાવના પણ વધી જાય છે. જો કે, આ બધી આપત્તિઓને સાઇડ પર કરતા સરકારે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp