બરેલીમાં કયા કારણે ઘણા હિંદુઓ પોતાનું ઘર છોડવાના બેનરો લગાવી રહ્યા છે?

PC: patrika.com

બરેલી જિલ્લાના અમલા પોલીસ સ્ટેશન વિસ્તારના મઉચંદપુર ગામમાં, હિંદુ પક્ષના લોકોએ તેમના ઘરોની બહાર 'મકાનો વેચવાના છે' એવા પોસ્ટરો લગાવ્યા હતા. તેમાં લખવામાં આવ્યું છે કે, મુસ્લિમો દ્વારા અત્યાચારને કારણે ઘણા હિંદુ પરિવારોને ન્યાય નથી મળી રહ્યો, અત્યાચારને કારણે ઘણા હિન્દૂ પરિવારો ગામ છોડવા પર થયા મજબુર' ની માહિતી મળ્યા પછી  વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. 12 ઘરો પર મકાન વેચીને ગામ છોડી જવાના લાગેલા પોસ્ટરના ફોટા અને વીડિયો વાયરલ થવા લાગ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કોટવાલે તેમને સમજાવીને શાંત કર્યા અને તેમની પાસેથી પોસ્ટર ઉતરાવી દીધા હતા. કેબિનેટ મંત્રી ધરમપાલ સિંહ અને હિંદુ જાગરણ મંચના કાર્યકરોએ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી છે.

મઉચંદપુર ગામમાં છેલ્લા ઘણા દિવસોથી સ્મશાનની જગ્યામાં બાઉન્ડ્રી વોલ બનાવવા બાબતે બે કોમ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે, સ્મશાનની જગ્યાનું વિસ્તરણ કરીને દીવાલ બનાવવામાં આવી રહી છે. તેઓ અહીં રામલીલા, જાગરણ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે. જો દિવાલ આગળ લંબાવવામાં આવશે તો, આ કાર્યક્રમો શક્ય બનશે નહીં. અહીં રાયસતી દેવીનું મંદિર પણ છે અને રસ્તાની પહોળાઈ પણ ઘણી ઓછી છે. આ અંગે તાજેતરમાં કેબિનેટ મંત્રી અને SDMને પણ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ પ્રશાસને રાતોરાત દિવાલ બનાવવાનું કામ શરૂ કરી દીધું હોવાની ગ્રામજનોની ફરિયાદ છે. તેઓ કહે છે કે અમને ન્યાય મળ્યો નથી, તેથી અમે અમારા ઘર વેચીને ગામ છોડીને ભાગી જવાની ફરજ પડી છે. ગામમાં પોસ્ટર લગાવ્યા હોવાના સમાચાર મળતાની સાથે જ રામનગર ચોકીના ઈન્ચાર્જ લલ્લુ ગીરી પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એકાઉન્ટન્ટ શ્રીદત્ત શર્મા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગ્રામજનો સાથે વાત કરી હતી.

ગામના પ્રધાન કૈસર અંસારીએ જણાવ્યું કે, કબ્રસ્તાન ગામની સોસાયટી જમીન ગાટા નંબર 435માં નોંધાયેલ છે. તેની બાજુમાં, એ જ નંબરની જમીનમાં એક સામાન્ય રસ્તો છે, તે પછી ગાટા 430માં, હિન્દુ સમુદાયના લોકોના મંદિરો અને ઘરો છે. તેઓ કબ્રસ્તાનની જમીન પર બાઉન્ડ્રી કરાવી રહ્યા છે, જેની માપણી પણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.

SDM અમલા ગોવિંદ મૌર્યએ કહ્યું કે, કેટલાક લોકો પોતાની રાજનીતિ ચમકાવવા માટે આવું કરી રહ્યા છે, જે જમીન કબ્રસ્તાનના નામે છે તેના પર બાઉન્ડ્રી બનાવવામાં આવી છે. એક ટીમ મોકલીને માપણી કરવામાં આવી હતી, જેમાં મામલો સાચો હોવાનું જણાયું હતું. આ જમીન ગ્રામ્ય સમાજની સંરક્ષિત શ્રેણીમાં નોંધાયેલ છે. સરકારની પરવાનગી વિના તે ન તો કોઈને આપી શકાય અને ન તો બદલી શકાય.

અમલાના કોટવાલ સતીશ કુમારે કહ્યું કે, મઉચંદપુરના ગ્રામવાસીઓ સાથે વાત કરવામાં આવી છે, તેઓ કહે છે કે, કોઈએ તેમને ઘર વેચવા દબાણ કર્યું નથી. જમીન સંબંધિત તપાસ અને પુનઃ માપણી જોઈએ છે. તેઓએ તેમના ઘરોની દીવાલ પર લગાવેલા પોસ્ટરો દૂર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp