કાશ્મીરમાં સેનાની એમ્બ્યુલન્સ ખીણમાં પડી, 2 જવાનોના નિધન, 2 ઈજાગ્રસ્ત

PC: pardaphash.com

હજુ તો દશેક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાના વાહનો પર આતંકી હુમલો થયો હતો, જેમાં સેનાના 5 જવાનોએ જીવ ગુમાવવો પડ્યો હતો હવે રાજૌરીમાં સેનાની એમ્બ્યુલન્સમાં ઉંડી ખીણમાં પડી જવાને કારણે સેનાના 2 જવાનોના મોત થયા છે. 2 જવાન ઘાયલ છે જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાની એમ્બ્યુલન્સ રસ્તા પરથી લપસીને સીધી 200 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં બે જવાનોના મોત થયા છે અને 2 જવાન ઘાયલ થવા હોવાનું જાણવા મળ્યું છે.માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. બંને ઘાયલોને આર્મી હોસ્પિટલ રાજૌરીમાં રીફર કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મોતને ભેટનાર સેનાનો એક જવાન રાજૌરીનો જ હતો ત્યારે બીજો જવાન બિહારનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જાણવા મળેલી વિગત મુજબ આ ઘટના લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પાસેના કેરી સેકટરમાં બની છે. આ વિસ્તારમાંથી સેનાની એમ્બ્યુલન્સ જઇ રહી હતી ત્યારે ચાલકે અચાનક કાબુ ગુમાવી દેતા એમ્બ્યુલન્સ ખીણમાં પડી ગઇ હતી. આ અકસ્માતમાં મોતને ભેટનારા જવાનોની ઓળખ થઇ છે, જેમાં બિહારના સુધીર કુમાર અને રાજૌરીના પરમવીર શર્મા સામેલ છે.

ગયા વર્ષે નવેમ્બરમાં પણ કુપવાડાના માછિલ વિસ્તારમાં ત્રણ જવાન હિમસ્ખલનની ઝપેટમાં આવ્યા હતા. 2 જવાનોને બરફ નીચેથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે 56 રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાન નિયમિત પેટ્રોલિંગ પર હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ જવાનોને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં 3ના મોત થઈ ચૂક્યા હતા.

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં સિક્કિમના જેમામાં સેનાની એક ટ્રક ખાડીમાં પડી હતી. જેમાં 16 જવાનો શહીદ થયા હતા. સેનાએ જણાવ્યું કે વાહન એક તીવ્ર વળાંક પર લપસી ગયું અને સીધું ખાડીમાં પડી ગયું. સેના પાસે આ વાહન સાથે વધુ બે વાન હતી. ત્રણેય વાહનો સવારે ચાતણથી થંગુ જવા નીકળ્યા હતા. આર્મી રેસ્ક્યુ ટીમે 4 ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

સેનાના જવાનોના આ રીતે આકસ્મિક મોત એ ખરેખર ચિંતાનો વિષય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp